________________ નિતાંત આનંદ માટે શુદ્ધ વિચારશક્તિની. સૌથી પ્રથમ અપેક્ષા રહે છે. માણસ પોતાની પ્રજ્ઞાને બરાબર ન કેળવે અને સારાસારનો વિચાર કરવાનું સામર્થ્ય ન મેળવે, ત્યાં લગી એ સાત્ત્વિક આનંદની ઝાંખી કરી શકવાનો નથી. બરાબર બુદ્ધિ કેળવાયા પછી અને સારાસારનો વિચાર કરવાની શક્તિ મળ્યા પછી પણ તે પ્રમાણે આચરણ ન થાય તોપણ વિશુદ્ધ આનંદને બદલે ભળતો જ આનંદ માણસને ફસાવી દે છે. એટલે પ્રજ્ઞાને કેળવવા સાથે મનમાં ઉદારતા લાવવાનો પણ વિશેષ અભ્યાસ પાડવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only 22 PM નું SU. www.jainelibrary.org