________________
૧૦ • સંગીતિ લાગ્યો કે આમ કેમ? તેને લાગ્યું કે ભયંકર પ્રચંડ રોષની સામે શામક શક્તિ પણ તેટલી જ બલવતી છે. તે વધારે સ્વસ્થ થઈ વિચારવા લાગ્યો. એટલે તેને ધ્યાનસ્થ માની ભગવાન વીરે પોતાની અમૃતમય શીતળ વાણી દ્વારા સંબોધ્યો કે હે “ચંડકૌશિક, “બુધ્યસ્વ બુધ્યસ્વ'- સમજ સમજ. તું પ્રચંડ ક્રોધની વૃત્તિને લીધે આ સ્થિતિ અનુભવી રહ્યો છે અને હજુ પણ આ વૃત્તિને નીં છોડે અને શાંતિના માર્ગ ભણી નહીં વળે તો તારી વિશેષ દુર્દશા થવાની છે.” આ સાંભળતાં જ તેને શાંતિ અનુભવવા જેવું લાગવા માંડ્યું, અને એ સંત પુરુષે ચંડકૌશિકના પૂર્વજન્મની કથા કહી સંભળાવતાં તેને પોતાનો પૂર્વજન્મ આબેહૂબ નજર સામે ખડો થઈ ગયો. એથી એ સંત તરફ વિશેષ આકર્ષાયો અને પોતાની ચેષ્ટાઓ દ્વારા તેણે સંત સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી અને આજથી કોઈ પણ પ્રાણીને જરા પણ ન પજવવાની તેણે પ્રતિજ્ઞા કરી. અને એ તો પોતાને કોઈ ન જુએ એમ રહેવા લાગ્યો.
આમ શ્રમણ વર્ષમાને પોતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક આત્માને દુર્ગતિથી બચાવી લીધો, અને તે પરિસરની આસપાસના તમામ લોકોનો એક ભારે ભય દૂર થયો છે તેનું આનુષંગિક (પેટા) પરિણામ પેદા થયું. જયારે વર્ધમાનકુમાર પોતાની જમીનદારી સંભાળતા હતા, ત્યારે આ ચંડકૌશિકના જુલમની વાત તે પ્રદેશના ખેડૂતો, મજૂરો, પ્રવાસીઓ અને પશુપાલકોને મુખે તેમણે સાંભળી હતી, અને તે જ વખતે તેમને આ જુલમનો પ્રતિકાર કરવાનું સૂઝેલું. પણ તે વખતે માતાપિતા વિદ્યમાન હતાં અને તેઓ આવા મૃત્યુના જોખમી કામ માટે તેને નહીં જ જવા દે એમ સમજીને તેમણે આ વાત પોતાના મનમાં જ સંઘરી રાખેલી, જેનો નિકાલ તેમણે પોતાના આત્મબળ દ્વારા કર્યો. આને લીધે ક્ષમાશક્તિ તથા અહિંસાશક્તિના અપાર બળનો તેમને જાત-અનુભવ થયો, અને પોતાની યોગસાધના હવે ધાર્યું પરિણામ જરૂર નિપજાવવાની એની સવિશેષ ખાતરી થઈ.
આ પછી તેમણે આવા જ પ્રચંડ રાક્ષસી બળ ધરાવતા અને માણસોને વિશેષ ઉપદ્રવ કરનાર શૂલપાણિ નામના યક્ષને પણ સમભાવમાં સ્થાપિત કર્યો હતો. એ રાક્ષસી યક્ષની ઘાતકી વૃત્તિથી લોકો “ત્રાહિ, ત્રાહિ' થઈ ગયા હતા; પણ એવી કોઈની તાકાત ન હતી કે એ નરપિશાચ યક્ષનો સામનો કરી શકે.
વર્ધમાન શ્રમણ આ પરિસ્થિતિ જોઈને, લોકોએ ઘણું વારવા છતાં, તેના રહેવાના સ્થાને ગયા અને ત્યાં જ આખી રાત ધ્યાનમાં પસાર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org