________________
ભગવાન મહાવીર - ૯ એમના ધ્યાનમાં કોઈ ફરક પણ ન પડ્યો. પછી વર્ધમાન શ્રમણ શ્વેતાંબી નગરી તરફ વિચારવા લાગ્યા.
તેઓ વિશાલામાં રાજકુમાર હતા ત્યારે તેમણે શ્વેતાંબી તરફના પ્રદેશમાં પ્રવર્તતા એક ભયંકર ઉપદ્રવની વાત સાંભળી હતી. એમને થયેલું કે એ ઉપદ્રવ ટાળવો જોઈએ; પણ એ વખતે તો એવો મોકો તેમને સાંપડ્યો નહીં. હવે તો પોતે તે ઉપદ્રવને દૂર કરી શકે એમ છે; એટલું જ નહીં, પણ ઉપદ્રવના નિરાકરણનો પ્રસંગ તેમની સાધનામાં ભારે સહાયક થાય તેમ છે. પહેલાં સાંભળેલું તેના કરતાં શ્વેતાંબી તરફના માર્ગે પ્રયાણ કરતાં આ પરદુઃખભંજન શ્રમણે લોકોનો કકળાટ વધારે જાણ્યો અને પ્રવાસીઓને, સાર્થવાહના સંઘોને, પશુપાલોને તથા મૂંગા પશુઓને અને પક્ષીઓને થતો પ્રાણનાશક ઉપદ્રવ તેઓએ પ્રત્યક્ષ જોયો. અત્યાર સુધીમાં સેંકડો માનવોનો નાશ થઈ ગયેલો, અને પશુઓ તથા પક્ષીઓના નાશનો તો કોઈ સુમાર જ ન હતો. આમ છતાં તે પ્રદેશનો કોઈ રાજા કે વ્યવસ્થાપક અધિકારી આ ઉપદ્રવને નિવારી શકતો ન હતો. આ ઉપદ્રવના નાશ માટે પ્રાણોની બાજી લગાવવી પડે તેમ હતું. એથી મોટા મોટા બળિયા પણ લાચાર બની ગયા
હતા.
ભાવિ ભગવાન શ્રી વર્ધમાનશ્રમણે આ ઉપદ્રવનો નાશ કરવાનો દઢ સંકલ્પ કર્યો અને તમામ લોકોની ના છતાં તેઓ જ્યાં ઉપદ્રવકારી ચંડકૌશિક સર્પ રહેતો હતો ત્યાં ગયા અને ત્યાં એક દેરીની પાસે ધ્યાનસમાધિ લગાડી અને મેરુની પેઠે અચળ રીતે ધ્યાનસ્થ ઊભા રહ્યા. એવામાં ચંડકૌશિક ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. એને થોડું અચરજ થયું કે મારા પ્રદેશમાં આજ સુધી માણસ તો શું પણ એક ચકલુંય ફરકી શકતું નથી, ત્યાં આ માણસ અહીં ક્યાંથી આવી ચડ્યો ? આવી તો ચડ્યો પણ તે તો મસ્તની પેઠે ધ્યાનસ્થ થઈને સર્વથા નિર્ભય બનીને અહીં અડોલ ઊભો છે. આ બધું જોઈને ચિંડકૌશિકનો અહંકાર ઘવાયો, અને તે પ્રચંડ ક્રોધી હોવા છતાંય આ પરિસ્થિતિ જોઈને વળી વિશેષ ઝનૂને ચડ્યો અને પોતાની વિષમ જવાલાઓથી ભરેલી નજર તેણે પેલા ધ્યાનસ્થ શ્રમણ તરફ ફેંકી; પણ એ તો પથ્થર ઉપર પાણીની જેમ સર્વથા નિષ્ફળ નીવડી. એટલે ચંડકૌશિક વધારે રોષે ભરાઈ તેના વિષમય મુખ દ્વારા સંતપુરુષને બચકાં ભરવા લાગ્યો. છતાંય શાંતમૂર્તિ એવા એ ધ્યાનસ્થ સંત પણ તેની પર કશી અસર ન થઈ. એટલે તેનો સઘળો ગર્વ ગળી ગયો અને ધીરે ધીરે સ્વસ્થ થઈને તે વિચારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org