________________
ભગવાન મહાવીર • ૧૧ પછી તો પેલા ચંડકૌશિકની જેમ જ આ ગર્વિષ્ઠ યક્ષ પણ ભારે કોપાયમાન થયો, અને વિવિધ પ્રકારે પોતાનું બળ અજમાવીને ધ્યાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીને આખી રાત હેરાન પરેશાન કરી મૂકડ્યા અને જીવ લઈ લેવા સુધીના ભયાનક ઉત્પાતો મચાવ્યા. પણ આ તો શાંતમૂર્તિ ન હલે, ન ચાલે, ન બોલે. જેમ અડગ ઊભા હતા તેમ જ ઊભા રહ્યા. રાત પૂરી થવા આવી છતાં યક્ષ જરા પણ કામયાબ ન થયો ત્યારે તે પણ આ માણસ વિશે વિચારવા લાગ્યો કે હજી સુધી મેં આવો કોઈ માઈનો લાલ જોયો જ નથી. યક્ષ વધારે શાંત થયો, ત્યારે આ સંતપુરુષે તેને થોડી સમજ આપી અને જીવનને સફળ કરવાની રીત પણ સમજાવી.
પછી તો યક્ષે ભારે પશ્ચાત્તાપ સાથે શ્રમણની ક્ષમા માગી અને તેમના ઉપદેશ પ્રમાણે જીવનચર્યા ગોઠવી પ્રસન્નતાથી રહેવા લાગ્યો. અહીં આ યક્ષને ઉપદેશનો લાભ મળ્યો અને આજુબાજુ વસતી તમામ વસ્તીને શાંતિ અનુભવવાનો આનંદ થયો. જેમ નરવીર કૃષ્ણ કંસ વગેરેને હણી લોકોમાં શાંતિ ફેલાવતા તેમ આ મહાત્મા પોતાના આંતરશાસ્ત્ર ક્ષમાના બળે, મૈત્રીવૃત્તિને બળે તથા પૂર્ણ અદ્વેષભાવે આવા દુષ્ટ લોકોનો પ્રતિકાર કરી પરિણામે શાંતિ પેદા કરવામાં નિમિત્ત બનતા હતા.
વર્ધમાન શ્રમણવરે દીક્ષા લીધા પહેલાં જયારે પોતાની તમામ મિલકત લોકોમાં વહેંચી લોકોને ન્યાલ કરી દીધા, ત્યારે એક ગરીબ બ્રાહ્મણ ધન મેળવવા પરદેશમાં ભટકી રહ્યો હતો. તે પાછો ફર્યો અને એક કાણી કોડી પણ ન લાવી શક્યો, ત્યારે બ્રાહ્મણીએ તેને ખૂબ ફિટકાર આપ્યો અને કહ્યું કે “જયારે જ્ઞાતનંદન વીર વર્ધમાનકુમાર ધનનો વરસાદ વરસાવતા હતા ત્યારે હે અભાગિયા ! તું કેમ ન આવી પહોંચ્યો? જો તો ખરો આ આપણા જ પાડોશી મહાદરિદ્ર હતા તેઓ હવે ખૂબ મજામાં રહે છે અને તેનાં છોકરાંછોકરીઓ રૂપા-સોનાથી લદાયેલાં છે.”
પણ હવે શું થાય? તેમ છતાં બ્રાહ્મણીના ફિટકારને લીધે દુઃખી દુઃખી થયેલો તે સોમિલ બ્રાહ્મણ તે તદ્દન યથાજાત રહેનાર ભિક્ષુની શોધમાં તેમની માહિતી મેળવી જે રસ્તે તેઓ ગયા હતા તે રસ્તે થઈ તેમની પાસે પહોંચી ગયો. જતાં જ એ બ્રાહ્મણે તેમના વિપુલ દાનની વાત યાદ કરી અને પોતે અત્યંત કંગાળ હોવાથી તેમની પાસે કાંઈક યાચવા આવેલ છે એ વાત જણાવી. યથાકાત દિગંબર) ભિક્ષુએ કહ્યું કે ““હે મહાનુભાવ, હું તો યથાજાત ભિક્ષુ છું. તમને આપવા જેવું મારી પાસે કશું જ નથી. પણ તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org