________________
ધર્મરસનો અનુભવ ૦ ૨૦૭ તેવાં સાધનો દ્વારા પોતાની રહેણીકરણી ગોઠવવા પ્રયત્ન કરવો અને તે પ્રમાણે ધીરે ધીરે પોતાનો તમામ જીવનવ્યવહાર ગોઠવવો.
અમદાવાદમાં ઘણી વાર મચ્છરોનો ભારે ઉપદ્રવ થતો, અને તે ઉપદ્રવ આશ્રમમાં પણ રહેતો. છતાં પૂ. ગાંધીજી મચ્છરોના દુઃખને ટાળવા મચ્છરદાની ભાગ્યે જ વાપરતા. તેઓએ તો એવો ઉપાય શોધી કાઢેલો કે જે ઉપાય સમાજનો છેલ્લો માણસ પણ કરી શકે. એ ઉપાય બરાબર ઓઢીને સૂવું તથા સૂતી વખતે જે અંગો ખુલ્લાં રહી જતાં હોય ત્યાં બધે ઘાસલેટ તેલ ચોપડવું.
પૂ. ગાંધીજી મનસા, વાચા અને કર્મણા સમાજવાદી હતા. આ બીજા અર્થ તરફ ધ્યાન રાખીને જે કોઈ પોતાની રહેણીકરણી અને કથની ગોઠવવા તત્પર રહે અને તેની તત્પરતા જીવનપર્યત સ્થિર રાખી તે પ્રમાણે વર્તવાનો સતત પ્રયત્ન કરતો રહે, તેને ખરો સમાજવાદી થવાને યોગ્ય ગણી શકાય.
કેટલાક લોકો ખૂબ ધન રળે છે અને તે માટે ગમે તેવા સારાનરસા ઉપાયો અજમાવે છે. પોતાની જરૂરિયાતો વધારવામાં મોટાઈ માને છે અને મોટી મોટી જમીનોના માલિક છે તથા લગ્નાદિ પ્રસંગે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે; એટલું જ નહિ, પણ પોતાના કુટુંબનાં સુખદુઃખની ચિંતા કરતા નથી અને ઈશ્વરની જ આવી બધી રચના છે' એમ કહી પોતાનો બચાવ કરતા હોય છે.
કેટલાક તો એવું પણ સમજે છે કે “મારા દરેક છોકરા પાસે, છોકરી પાસે, વહુઓ પાસે એક એક મોટર હોવી જોઈએ, દરેક પાસે પંદરપંદર લાખ રૂપિયા હોવા જોઈએ, દરેકને રહેવાને ઋતુને અનુકૂળ જુદા જુદા બંગલાઓ હોવા જોઈએ અને નોકરચાકરોની ફોજ પણ અમારી તહેનાતમાં રહેવી જોઈએ. આમ કુટુંબમાં બધે સરખાઈ થાય એ અમારો સમાજવાદ કેમ નહિ?” તેઓ સમાજવાદી તો ખરા; પણ સમાજવાદી શબ્દના પ્રથમ અર્થ પ્રમાણે, બીજા અર્થ પ્રમાણે નહિ. એટલે સાચા સમાજવાદી બનવા માટે પણ પોતાની ટેવો, જરૂરિયાતો અને તૃષ્ણાઓને બદલવા માટે પ્રયત્ન કરી યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ક્યૂ વિના સમાજવાદી બનવું તે નર્યો બકવાદ જ છે.
ધર્મના આચરણનો વિચાર વિશેષે કરીને મન સાથે સંબંધ રાખે છે. જોકે તેનો સંબંધ શરીરબળ અને વાણીબળ સાથે નથી એમ તો નથી જ, પણ આચરણનો પ્રશ્ન મન સાથે વિશેષ સંકળાયેલ છે. સદાચરણનું જ બીજું નામ ધર્માચરણ છે. શ્વાસ લેવાની ક્રિયાની પેઠે ધર્માચરણને કેળવવું હોય તો જાગતાં કે ઊંઘતાં પણ અધર્માચરણ ન થાય એ જાતની જાગૃતિ કેળવવા વિશેષ ચિંતન-મનન કરવાં જરૂરી છે, ધર્મના સ્વરૂપને પણ બરાબર સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org