________________
ર૬૦ - સંગીતિ રહેણીકરણી, પરદેશી પોષાક અને એવો જ બીજો પરદેશી ખાનપાન વગેરેનો આચાર નિરંતર વર્કવો જોઈએ. વળી, પોતાના દેશ, ભાષા તથા પોતાના દેશના લોકો પ્રત્યે પોતાનું શું કર્તવ્ય છે, અને તે કર્તવ્યને પૂરેપૂરું વફાદાર એવું પોતાનું આચરણ છે કે નહિ, તેમ બરાબર વિચારીને જ્યાં જેટલી ખામી હોય તે તમામ દૂર કરીને પાકા સ્વદેશી બની જવું જોઈએ.
ભારતવર્ષની જનસંખ્યા ઘણી મોટી છે, એટલે તે તમામ લોકોની પાસે પહોંચી શકે તેવો કોઈ ઉદ્યોગ ન હોય તો લોક બેકાર રહે, અને બેકાર રહેનાર લોકોમાં સદાચરણોની ટેવ ટકતી નથી; એટલું જ નહિ, પણ તેઓ ખોટે રસ્તે પણ ચડી જાય છે. આમ થતાં ન્યાયનું ધોરણ નીચે ઊતરે છે. એટલે દેશાચાર તથા દેશપોષક ઉદ્યોગ અને દેશી રીતભાત તરફ આત્માર્થી મનુષ્ય પૂરતું લક્ષ્ય આપવું ઘટે. - દેશાચાર તરફના દઢ સદાગ્રહ સાથે આત્માર્થીમાં કોઈની પણ વ્યક્તિગત કે પક્ષગત નિંદા કરવાની લેશ પણ વૃત્તિ ન હોવી જોઈએ. નિંદા એ એવો દુર્ગુણ છે જેથી નિંદા કરનાર તથા તેને સાંભળનાર, અને તેને ઉત્તેજન આપનાર, એ ત્રણેનો અધ:પાત થયા વિના રહેતો નથી. માણસ બહુ બહુ તો દોષોની નિંદા કરી શકે, અને તે પણ એટલા માટે કે તેના તરફ ધૃણા પેદા થાય અને પરિણામે ધૃણિત દોષોનો ઝટ ત્યાગ કરી શકાય.
દોષવાન વ્યક્તિ વા સમૂહની કદીય નિંદા ન કરવાની ટેવ પ્રત્યેક આત્માર્થીમાં અથવા ધર્મનો અધિકાર મેળવનારમાં હોવી જ જોઈએ.
આમ નિંદા કરવાની વૃત્તિને મોટો દુર્ગુણ સમજી તેનો ત્યાગ તત્કાળ કરવો જ રહ્યો. એ રીતે કરેલા ત્યાગને ચુસ્ત રીતે વળગી રહી તેને કાયમ ટકાવી રાખવાનું બળ સદાચારી પુરુષોની પ્રશંસા કર્યા કરવાથી અને વિવેકપૂર્વક તેમની સોબતથી આવે છે અને વધે છે. તેથી આત્માર્થી મનુષ્ય ગુણપ્રશંસક બનવા સાથે અને નિંદાનો ત્યાગ કરવા સાથે, કોઈ પણ દેશ, વેશ, ભાષા, ધંધો કે કોમ વગેરેને પ્રધાન સ્થાન આપ્યા વિના જે કોઈ સદાચારી મનુષ્ય હોય તેનો સંગ સદા રાખવો જરૂરી છે.
સદાચારી લોકો અમુક કોઈ દેશમાં જન્મથી પાકે છે એવું નથી, તેમ અમુક જાતનો વેશ પહેરવાથી મનુષ્ય સદાચારી બને છે એવું નથી. તે જ પ્રકારે માણસ અમુક જાતની ભાષા બોલનારો વા અમુક જાતનો ધંધો કરનારો વા અમુક જાતના રંગવાળો વા અમુક વંશનો, કુળનો કે જાતનો છે માટે તે સદાચારી જ હોય તેવું પણ નિયત રીતે દેખાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org