________________
જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૦ ૧૬૭ સમગ્ર લખાણનો સાર આ છે કે જે જે શાસ્ત્ર વર્તમાનમાં પ્રચલિત છે તે બધાં જ પ્રયોગરૂપ છે, અને તે પ્રયોગને બરાબર અમલમાં મૂકવામાં આવે એટલે અંદરથી અને બહારથી બરાબર એ પ્રયોગોને જે કોઈ અનુસરશે તે જરૂર આ વિષમ કાળમાં પણ નિઃશ્રેયસ મેળવશે-જરૂર સિદ્ધ થઈ જશે.
આચાર્ય સિદ્ધસેન દિવાકરે મોટી ઘોષણા સાથે જણાવેલ છે કે : “જેને જેને મિથ્યા દર્શનો કહેવામાં આવે છે તે બધાં જ જયારે ભેગાં થાય ત્યારે જૈન દર્શન બને છે, જિનવચન બને છે.” વર્તમાન યુગના જૈનસંઘના જે જે સંપ્રદાયો છે તે બધા જ જયારે ભેગા થાય ત્યારે પૂરો જૈન ધર્મ બને છે એ વાત સમજવામાં આવશે ત્યારે જ જૈનસંઘનું અને અન્ય સંઘોનું પણ કલ્યાણ થશે એમ મારો અંગત અભિપ્રાય છે.
– પ્રબુદ્ધ જીવન - ૧૯૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org