________________
૧૭૮ ૦ સંગીતિ
“સમસ્ત લોકો ભારે આઘાત પામેલા છે અને દુઃખોથી ચારે બાજુ ઘેરાયેલા છે, આ બધી રાત્રી સફળ થઈને ચાલી જાય છે, માટે હે પિતાજી, હવે અમને તમારી વાતમાં રસ રહેતો નથી.” ૨૧
પિતાએ પૂછ્યું :
“લોક કોનાથી આઘાત પામેલ છે ? અને કયાં દુઃખોથી ઘેરાયેલો છે ? વળી આ રાત્રીઓ સફળ થઈને ચાલી જાય છે એ શું છે ? હે પુત્રો, તમારાં વચનથી હું ચિંતામાં પડ્યો છું, માટે મને સમજાવો.” ૨૨
“પિતાજી ! લોકો મૃત્યુથી આઘાત પામેલા છે, જરાથી ઘેરાયેલા છે અને આપણું આયુષ્ય હરી લેનારી આ રાત્રીઓ—કાળરાત્રીઓ પોતાનું કામ પતાવીને ચાલી જાય છે. હે પિતાજી ! તમે આ બધું સમજો. ૨૩
“પિતાજી ! જે જે રાત ચાલી જાય છે તે કદી પાછી આવતી નથી. જે મનુષ્ય અધર્મનું આચરણ કરે છે, તેની તે રાત્રીઓ નિષ્ફળ જાય છે અને જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે, તેની તે રાત્રીઓ સફળ જાય છે. ૨૪-૨૫
“પિતાજી ! જેની સાથે મૃત્યુની ભાઈબંધી છે અથવા જે મૃત્યુથી ભાગીને છૂટી શકે છે અથવા ‘હું મરવાનો નથી’ એવી જેને ખાતરી છે. તે માણસ જ એમ કહે કે હું આવતી કાલે કરીશ. પિતાજી ! અમે તો આજે જ આ શ્રમણધર્મને સ્વીકારવાના છીએ, જેના આચરણથી અમે ફરી જન્મવાના નથી એવી અમને ખાતરી છે, એટલે હવે અમે રાગદ્વેષ તજી દઈને જે નક્કી કર્યું છે તે જ ક૨વાના છીએ.” ૨૬-૨૭-૨૮
આ પછી પુરોહિત, તેની પત્ની, રાજા અને રાજાની રાણી અને પેલા બે પુરોહિત-પુત્રો છયે જણા બોધ પામીને શ્રમણધર્મને સ્વીકારે છે એ બધી હકીકત ગા. ૨૯થી ૫૩ સુધીમાં ચર્ચેલી છે.
આ લખાણને હવે આથી વધારે લાંબું ન કરવું જોઈએ એ દૃષ્ટિથી અહીં મહાભારતના અને ઉત્તરાધ્યયન સૂત્રના તમામ શ્લોકો આ નીચે નથી આપવામાં આવતા, પરંતુ એ બે વચ્ચે જે અસાધારણ સમાનતા છે તે ઉપરના અનુવાદથી જણાઈ આવે છે. માટે આ નીચે તે બંને ગ્રંથોનાં એવાં જ પદ્યો આપું છું જેમની વચ્ચે શબ્દરચનાની દૃષ્ટિએ પણ અસાધારણ સમાનતા છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org