________________
બુદ્ધિમાનું વણજારો • ૨૭૭ નાખી બધા સૂઈ ગયા. પણ બોધિસત્વ પોતાના અમુક ચુનંદા સરદારો સાથે હાથમાં ખુલ્લી તલવાર લઈ ખડેપગે ચોકીપહેરામાં જ રોકાયો. આખી રાત તેણે એક મટકું પણ ન માર્યું અને વારંવાર આખા પડાવમાં આંટાફેરા કરીને સખત પહેરો ભર્યો. પરિણામે કશું યે વિન ન આવ્યું અને સવાર થતાં આગળના પ્રવાસ માટે બધા હેમખેમ પાછા તૈયાર થઈ ગયા. થોડો પ્રવાસ બાકી હતો તે પૂરો કરી તેઓ ધારેલ ઠેકાણે પહોંચી ગયા. ત્યાં પોતાની પાસેનો માલસામાન વેચી સારું નાણું મેળવ્યું, નફો પણ સારો થયો અને વળતાં પાછા ફરતાં કેટલોક ઉપયોગી સોદો ગાડીઓમાં ભરી નિર્વિઘ્ન બનારસ પહોંચી ગયા, અને પેલા વણજારાના કુટુંબને તેના જે હાલહવાલ થયા હતા તેની ખરી ખબર પણ કરી.
જેઓ કુતર્કોને વશ પડે છે તેના બૂરા હાલ થાય છે, અને સમય આવ્યે જેઓ બુદ્ધિબળનો બરાબર ઉપયોગ કરી પોતાનો વ્યવહાર ચલાવે છે તેઓ સુખી થાય છે.
– અખંડ આનંદ, જૂન - ૧૯૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org