________________
૨૭૬ ૦ સંગીતિ
તમામે ના ભણી.
“મેઘનો ગડગડાટ કેટલે દૂર સુધી સાંભળી શકાય છે ?’’
કોઈ અનુભવીએ કહ્યું કે “લગભગ બે જોજન સુધી તો મેઘનો ગડગડાટ સંભળાય ખરો.”
“ત્યારે શું તમે કોઈએ એ ગડગડાટને પણ સાંભળ્યો ખરો ?” ‘કોઈએ સાંભળ્યો નથી' એમ બધાએ એકી અવાજે કહ્યું. “ભાઈઓ ! હમણાં જ મેં જે પૂછ્યાં તે બધાં વરસાદને પારખવાનાં એંધાણ છે, એમાંનું એક પણ એંધાણ દેખાતું નથી. તો માત્ર પેલા માણસના કહેવા ઉપરથી ‘આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે' એવું કેમ માની શકીએ ? અને પાણીનાં માટલાંને ફોડીને પાણી બધું ઢોળી નાખીને આપણે આગળ કેમ ક્ષેમકુશળ જઈ શકીએ ? એટલે એ કહેનારાં માણસો તો ન હતા જ, પણ એ લોકોનાં તો ખવીસ જેવાં બધાં ચિહ્નો હતાં. માટે આપણે એની જાળમાં નથી ફસાયા એ સારું જ થયું. કોઈ કુદરતની શક્તિનો પાડ છે એમ આપણે સમજવું રહ્યું. વળી એ ખવીસોએ આપણી આગળ નીકળેલા પેલા કમઅક્કલ વણજારાનો અને તેના તમામ સંઘના તથા તેમના બધા બળદોનો સુધ્ધાં વિનાશ કર્યો હશે એમાં હવે શક નથી.’
આમ બધી વાતચીત કરી બોધિસત્ત્વનો સંઘ આગળ વધ્યો, અને જ્યાં મધ્યજંગલમાં તેઓ પહોંચ્યાં ત્યાં તો પાંચસો ગાડીઓ ઊભી હતી; ચારેકોર હાડકાંનો ગંજ દેખાતો હતો. આ બધું જોઈને તે બધાને ખાતરી થઈ ગઈ કે બાપડો ભોળો વણજારો બધા સાથીદારો અને પશુઓ સાથે પેલા ખવીસોની જાળમાં ફસાઈ ગયો હતો અને તે તમામની અહીં હત્યા થઈ હતી.
આ બધું નજરે જોયા પછી બોધિસત્ત્વના સંધને એમ લાગ્યું કે ‘આપણે બોધિસત્ત્વની વાતને પ્રમાણ ન માની હોત અને પેલા શરાફ દેખાતા ખવીસની જાળમાં ફસાયા હોત તો આપણા પણ આવા જ હાલ થાત.’
આખો સંઘ બોધિસત્ત્વની બુદ્ધિ, દીર્ઘદૃષ્ટિ અને તર્કશક્તિ ઉપર ખુશ થઈ ગયો. જ્યારે જ્યારે પ્રવાસ ખેડવાનો વખત આવે ત્યારે ત્યારે આપણને આવો જ નાયક મળે' એમ મનમાં ને મનમાં બધાએ પ્રાર્થના કરી.
પેલા વણજારાની ગાડીઓ જ્યાં ઊભી હતી ત્યાં આજુબાજુ જમીન ચોખ્ખી કરાવી બોધિસત્ત્વ વણજારાએ તંબૂ ઠોકવાની આજ્ઞા આપી. પોતાના તંબૂઓની વચ્ચે તમામ ગાડીઓને ઘેરામાં ઊભી કરાવી અને બળદોને પણ ગાડીનાં પૈડાંઓ સાથે બંધાવ્યા. સાંજે તમામે વાળુ કર્યું. બળદોને નીરણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org