________________
૨૧૦ - સંગીતિ
સાંજે જ્યારે પ્રાર્થના થઈ અને તેમાં ગીતાના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે સંતે કહ્યું કે, “શૂનિ વૈવ ઋપા પંહિતા: સમશનઃ કૂતરામાં અને ચંડાળમાં વિવેકી પુરુષો સમદર્શી હોય છે; એટલે જે દરજજો આપણો છે તે જ દરજજો ભંગી વગેરેનો પણ છે. એટલે તેમનું અપમાન કરવું એ તેમનામાં રહેલા પરમેશ્વરનું જ અપમાન છે.”
અત્યાર સુધી તો આ કુટુંબે ઘણી ધર્મવાણી સાંભળી કાઢેલી. પણ આ અનોખી અનુભવવાણી સાંભળી સૌનાં હૃદય-કમાડ ખૂલી ગયાં અને પછીથી ભંગી, ઢેડ વગેરેને પોતાના માનવ ભાઈ તરીકે તે આખું કુટુંબ સમજવા લાગ્યું. અને ખીમલો કે ખમલીને બદલે ખીમાભાઈ કે ખીમીબહેન એવાં વચનો તેમને માટે વપરાવા લાગ્યાં. સંતે જોયું કે કુટુંબ સરળ છે, યોગ્ય છે પણ તેને માર્ગ બતાવનાર કોઈ મળ્યું નથી. સંતને આબે બેએક મહિના તો થઈ ગયા. તેટલામાં તેઓ શેઠના વ્યવસાય અને તેમાં ચાલતી અનેક ગેરરીતિઓથી પરિચિત થઈ ગયા હતા. એક વાર અવસર જોઈને સંત એમની પાસે પહોંચી ગયા. અને તેમનો આ ધંધો પરમેશ્વરનું કેવી રીતે ભયંકર અપમાન કરનારો છે એ વાત જ મધુર ભાષામાં અને નમ્રતાપૂર્વક સમજાવી, તથા આ ધંધાને લીધે હજારો મનુષ્યો આ વ્યસનમાં ફસાયાં છે, તેમાંનાં કેટલાંક તો ખાંસી, ક્ષય અને કેન્સરના રોગમાં સપડાયા છે તે સચોટપણે સમજાવ્યું.
- સંતે કહ્યું કે “તમને એમ લાગશે કે દાનધર્મ કરતા રહો છો તથા ઘરે સાધુસંતોને બોલાવી તેમનો સત્કાર કરી ધર્મવ્યાખ્યાનો પણ કરાવતા રહો છો એટલે આ ધંધાનું પાપ ધોવાઈ જાય છે. પણ શેઠશ્રી, તમારી ધર્મપ્રવૃત્તિઓ તો તમારા ધંધાની જાહેરાતમાત્ર છે. જો તમને ધર્મશ્રવણ ગળે ઊતર્યું હોય તો તમે આ ધંધો છોડી બીજા ધંધામાં–એટલે ખેતીમાં કે પ્રામાણિક વેપારમાં જોડાઈ ગયા હોત.”
સંત તથા શેઠ એક વાર મજૂરલત્તામાં પહોંચ્યા, જયાં લોકો તાડી, દારૂ તથા અફીણના અને બીડી તથા સિગારેટના ભારે વ્યસની હતા. નાનાં નાનાં છોકરાંઓ પણ બીડી-સિગારેટનાં ઠૂંઠાં વીણીવીણીને ચૂસ્યા કરે. સંતે મજૂરોની એ ગલી ઘણી ગંદી જોઈને સાવરણો હાથમાં લઈને સાફ કરી નાખી અને
જ્યાં ઠેર ઠેર બળખા વગેરે ગંદું પડેલું ત્યાં ધોવાય ત્યાં ધોઈ નાખ્યું અને બીજે બધે રાખ કે માટી નાખી દીધી.
પોતાના ધંધાએ કેવો અનર્થ પેદા કરેલો છે તે બધું શેઠે આજે જ નરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org