________________
જૈન અને બૌદ્ધ વિચારધારાઓની આલોચના ૧૬૧ શકાય, અને કોઈ પણ વિચારક એમ કહેશે પણ નહિ. બીજું ઉદાહરણ એક જ પુરુષ કે સ્ત્રી પિતા છે, માતા છે, પુત્ર છે, પુત્રી છે, બનેવી છે, સાળો છે, મામો છે, મામી છે, ફુવો છે, ફઈ છે, સસરો છે, સાસુ છે–આવો વ્યવહાર સૌ કોઈને અનુભવસિદ્ધ છે. એટલે આમાં બોલનારનો દૃષ્ટિકોણ બરાબર સમજી લેવામાં આવે તો કોઈ પણ જાતનો વ્યવહાર જરા પણ ખોટો નહીં ઠરે. મહાવીરે કહ્યું છે કે “હું સત્ પણ છું અને અસત્ પણ છું.” આ સાંભળી કોઈ જરૂર બોલી ઊઠશે કે આમ કેમ ? જે સત્ છે તે અસત્ કેમ ? અને અસત્ છે તે સત્ કેમ? પણ મહાવીર કહે છે કે જુઓ, મારા સ્વરૂપમાં હું સત્ છું અને મારાથી વિરુદ્ધ સ્વરૂપમાં અસત્ છું. સરળ ભાષામાં કહેવું હોય તો મહાવીર મહાવીર છે, પણ મહાવીર કાયર નથી.
આ રીતે જ બુદ્ધે કહેલ છે કે હું ક્રિયાવાદી પણ છું અને અક્રિયાવાદી પણ છું. આ સાંભળીને ભડકવાની જરૂર નથી. આ અંગે બુદ્ધ પોતે જ ખુલાસો કરેલ છે કે કુશળ કર્મ કરવાની મારી સૌને પ્રેરણા છે, માટે હું ક્રિયાવાદી છું, અને અકુશળ કર્મ એટલે પાપકર્મ કરવાની મારી ચોખી ના છે, માટે હું અક્રિયાવાદી છું. આમ પરસ્પરવિરુદ્ધ કે ભિન્ન વિચારોને જુદી જુદી દષ્ટિએ તપાસતાં તેમાં જે સત્ય છે તે બરાબર સમજી શકાય એમ છે.
જેવી રીતે અર્થપ્રાપ્તિ માટે વિવિધ સાધનાઓ છે, વિવિધ પ્રવૃત્તિઓ છે તે ભલે તદ્દન ભિન્ન ભિન્ન હોય વા એકબીજી સામસામા છેડાની હોય, પણ તે બધી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ એક “ધન” હોય છે; જુદી જુદી એ પ્રવૃત્તિઓ ધનના ઉપાર્જનમાં અસાધારણ કારણ હોય છે. કોઈ એમ તો નહીં જ કહી શકે કે ધનને પેદા કરવા માટે આ એક જ સાચી પ્રક્રિયા કે સાધના છે, અને એ સિવાયની બીજી પ્રક્રિયા કે સાધના ખોટી જ છે. આ હકીકતનો કોઈ પણ ઇન્કાર નહીં કરે.
એ જ રીતે ચિત્તશુદ્ધિની સાધના માટે પણ વિવિધ પ્રક્રિયાઓ હોઈ શકે છે, નિર્વાણ મેળવવા માટે કે મુક્ત થવા માટે વળી ભિન્ન ભિન્ન સાધના કે પ્રક્રિયાઓ હોઈ શકે છે. આ માટે જ ઉપર જણાવેલ છે કે ગમે તે રીતે સમભાવ પ્રાપ્ત કરો એટલે અવશ્ય નિર્વાણનો અનુભવ થશે, અને ગમે તે પુરુષ હોય તે જો વીતરાગી હોય તો જરૂર વંદનીય છે. આમાં સમભાવની પ્રાપ્તિ માટે કોઈ એક જ પ્રક્રિયા કે સાધનાની વાતનો નિર્દેશ નથી. તેમ વંદનીયતા માટે કોઈ એક જ વ્યક્તિનો નિર્દેશ નથી પણ ગુણનો નિર્દેશ છે. આ વિચાર માટે દરેક દાર્શનિક કે ધાર્મિક વિચારક બરાબર સંમત થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org