________________
૧૬૨ ૦ સંગીતિ
એમ છે.
કોઈ પણ ધર્મમત વા દર્શન, નિર્વાણનો લાભ મેળવવા સારું ક્યારે કે કદી પણ એમ તો કહેતો નથી કે તે માટે રાગદ્વેષને વધારો, કપટ, લોભ કે ક્રોધને ઉત્તેજિત કરો, વિષયવિલાસોમાં સતત મગ્ન રહો, જૂઠું બોલો કે પરિગ્રહી તથા હિંસક બનો.
આ ઉ૫૨થી એમ તો સ્પષ્ટ જણાય છે કે નિર્વાણના લાભ માટે જે જે બાધક અને નિષેધાત્મક બાજુ છે તેમાં તમામ મત, ધર્મ કે દર્શન એકમત છે. એટલે એમાં તો વિવાદને સ્થાન નથી. હવે એક સાધ્યરૂપ નિર્વાણના લાભ માટે દરેક દર્શન, મત કે ધર્મના પ્રકાશકે જુદી જુદી વિચારધારા બતાવીને તેને અનુકૂળ જુદી જુદી સાધના કે કર્મકાંડ બતાવેલાં છે. પણ રાગદ્વેષરહિત થવાની વાતમાં કોઈનો લેશમાત્ર વિવાદ નથી. જે જુદાઈ છે તે અધિકારીઓની જુદી જુદી ભૂમિકાને લક્ષ્યમાં રાખીને અથવા દેશ વા કાળની પરિસ્થિતિ અને મનુષ્યોની શક્તિ તથા રુચિને લક્ષ્યમાં રાખીને માત્ર વચગાળાની પ્રક્રિયાઓ જુદી જુદી બતાવવામાં આવેલ છે તેમાં છે. એથી કોઈએ લેશમાત્ર ભડકવાનું નથી. જે પ્રક્રિયા વારસાગત મળેલ છે તેને બરાબર યથાર્થ રીતે વિવેકપૂર્વક અનુસરવાની છે, પણ એ અંગે કોઈ વિવાદ કરવાની જરૂર નથી.
જૈન ધર્મે અહિંસાને તથા સ્યાદ્વાદના સિદ્ધાંતને સાધનાનું પ્રધાન અંગ માનેલ છે, અને સાથે સાથે સત્સંગ, ઇન્દ્રિયનિગ્રહ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે વિવિધ અનુષ્ઠાનોને એ સાધનાના પોષક રૂપે-નિરૂપેલાં છે. બૌદ્ધ ધર્મે મધ્યમ માર્ગને કેન્દ્રમાં રાખી ‘દૃશ્યમાન બધું જ ક્ષણિક છે' એવી ભાવનાને કેળવવાની ભલામણ કરેલ છે. આ ભાવના કેળવવાથી રાગદ્વેષ વગેરે દૂષણો વધવાનો સંભવ નથી, અને જે બીજરૂપે તે દૂષણો રહેલાં છે તેમનો પણ નાશ જ થાય એવી પરિસ્થિતિ ઉક્ત ભાવનાને કેળવવાથી નિર્મિત થાય છે. આ સાથે અહિંસા વગેરેનું આચરણ, ઇન્દ્રિયનિગ્રહ, સત્સંગ, જપ, તપ, પ્રાર્થના વગેરે કર્મકાંડો બતાવેલાં છે. એમાં ધ્યાન અંગે વિશેષ ભાર અપાયેલ છે. આ રીતે આ બન્ને દર્શનોએ નિર્વાણમાર્ગની પ્રાપ્તિની દિશા બતાવેલ છે. હવે વિચાર કરો કે આમાં વાદ-વિવાદ, ખંડનમંડન કે દંતકલહને સ્થાન જ ક્યાં છે ?
આપણે જાણીએ છીએ કે વર્તમાનકાળમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પંડિતોએ ભૌતિક સિદ્ધિઓ મેળવવા સારુ અનેક પ્રયોગો કરીને અનેક જાતના જુદા જુદા નિર્ણયો તારવેલા છે. તેમાંના જે નિર્ણયોને તમામ વૈજ્ઞાનિકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org