________________
ધર્માચરણનો અધિકાર ક્યારે ? ૦ ૨૫૩
અનુભવની વાત સમજાવતાં કહે છે કે, “જેમ એક હથિયારને કોઈ ઊંધું પકડે તો તે હથિયાર તેને પકડનારનો જ વિનાશ કરે છે, તેમ ધર્મને ખરાબ રીતે પકડવામાં આવે, તો તે ધર્મ તેના આચરનારનો જ વિનાશ કરે છે.” મનુએ જે કહેલ છે કે ધર્મને હણવો નહીં, એનો અર્થ ધર્મને ખોટી રીતે સમજવો નહીં. ધર્મ જે રૂપમાં હોય તે જ રૂપે તેને સમજી લેવો અને પછી જેટલે અંશે બરાબર આચરી શકાય તેટલે અંશે ધીમે ધીમે આચરણમાં લાવવાનો અભ્યાસ પાડવો. તો જ ધર્મ જીવનની શુદ્ધિ કરે છે. અને એમ નહીં કરતાં ધર્મને વિપરીત રૂપે સમજી તેનું વિપરીત રીતે આચરણ કરવામાં આવે, તો એ ધર્મ વ્યક્તિનું વા સમાજનું નિકંદન કાઢી નાખે છે અને જેમ દાદરા ઉપર ચડનારો એક પગથિયું ચૂકે તો તેને ઠેઠ નીચે જ પટકાવું પડે છે, તેમ ધર્મને વિપરીત રીતે સમજીને તેનું વિશેષ કે થોડું પણ આચરણ કરવામાં આવે, તો તે ધર્મ આત્મશત્રુનું કામ કરે છે. આ વાત બે ચાર દાખલાથી સમજી શકાશે.
વૈદિક પરંપરામાં એકાદશીનું વ્રત કરવાનો રિવાજ છે. નિર્જલા એકાદશી કરવી એ ઉત્તમોત્તમ છે. તેમ કરવાથી ખાવાપીવાની ખટપટ રહેતી નથી. એથી બધો વખત આત્માના નિરીક્ષણમાં અને ઈશ્વરના ચિંતનમાં વિતાવી શકાય છે અને એ રીતે કરતાં મનમાં સારા સારા સંકલ્પો વા ભાવનાઓ સ્થાન પામે છે અને તેની અસર સારી રીતે ટકી શકે છે. આમ નિર્જલા એકાદશી કરવાની અશક્તિ હોય તો તુલસીપત્ર ઉપર જેટલું અન્ન માય તેટલું જ ખાઈને વ્રત કરવું એવી પદ્ધતિ હોવાનું સંભળાય છે. એકાદશીનું વ્રત એ એક પ્રકારની ધાર્મિક ક્રિયા છે. એને બરાબર આચરનાર ધર્મ કરે છે એમ જરૂર કહી શકાય, અને એવો બરાબર આચરનારો ચિત્તની શાંતિના લાભને પણ જરૂર મેળવી શકે છે. આજકાલ આ પરિસ્થિતિ તદ્દન ઊલટી થઈ ગઈ છે અને એટલી બધી ઊલટી થઈ ગઈ છે કે જેઓ વિચારકો અને વિવેકી લોકો છે, તેઓ ત્યાં સુધી કહેવા લાગ્યા છે, કે આ કરતાં દ્વાદશી જ સારી છે. દ્વાદશીને દિવસે માત્ર ત્રણ કે ચાર આનાથી આખો દિવસ ચલાવી શકાય છે અને એકાદશીને દિવસે તો રૂપિયા બે રૂપિયા વા તેથીય વધારે ખર્ચ થઈ જાય છે અને આખો વખત ખાતોખા જ ચાલે છે. કહેવાય ફલાહાર; પણ પેંડા, શીખંડ બધું જ ખાઈ શકાય; એટલું જ નહિ, શિંગોડાનો શીરો, સામાનો શીરો વગેરે વિવિધ વાનગીઓ બનાવવામાં જ બધો સમય વીતી જાય છે અને આત્માનું નિરીક્ષણ વા ઈશ્વરનું સ્મરણ ભાગ્યે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org