________________
પ્રાર્થના અને સફળતા ૦ ૨૧૭
પ્રાર્થના નહીં કરતા હો.” પ્રાર્થના કરનાર ભાઈ કે બહેને પોતાના માન્ય ગુરુજીને હાથ જોડીને અતિશય નમ્રતા સાથે જવાબ આપ્યો કે, “સાહેબ, અમે રોજ રોજ ઉપર લખેલી પ્રાર્થના અક્ષરેઅક્ષર શુદ્ધ રીતે બરાબર કરીએ છીએ; એટલું જ નહીં, પણ અમારા દરેકનાં ઉચ્ચારણો બરાબર શુદ્ધ રીતે જ બોલાય એ માટે અમે માસિક અઢીસો રૂપિયા ખર્ચીને એક પંડિતને પણ રોકેલ છે, જેઓ અમારાં ઉચ્ચારણો બરાબર રોજેરોજ સાંભળે છે અને કહે છે કે ‘ભાઈ ! તમારાં ઉચ્ચારણો ઘણાં જ શુદ્ધ છે અને તેમાં હ્રસ્વદીર્ઘ ઉચ્ચારણની પણ જરા જેટલી ખામી નથી. એટલે આમ રોજેરોજ પ્રાર્થના કરવાથી તમે જરૂર સુખી થશો અને કોઈ અપૂર્વ લાભને જરૂર મેળવશો.' '' પંડિતે કહેલી એવી વાત પોતાના ગુરુજીને કહી રહેલ છે.
આમ વાત થાય છે ત્યાં આ પ્રાર્થના કરનાર વ્યક્તિનો એક પડોશી ત્યાં આવી ચડ્યો અને તેણે પ્રાર્થના કરનારાના ધર્મગુરુની સમક્ષ જ પેલાને જોરથી પકડીને પૂછ્યું કે “ભાઈસાહેબ ! આપણી વચ્ચે એક પડોશીનો નાતો છે. એ નાતાને લીધે તમારે ત્યાં વિવાહ હતો ત્યારે મેં મારે સગે હાથે તમે માગ્યા ત્યારે પાંચસો રૂપિયા ઉછીના આપેલા છે. લખત-પતર તો નથી અને વિવાહ તો પતી ગયા અને તમે વિવાહિત કરેલી કન્યાને અધરણી પણ આવી અને હવે તે આ નજીકના દવાખાનામાં પ્રસૂતિ માટે પણ જશે. છતાં ભાઈસાહેબ, તમે મારી રકમ મને પાછી આપવાનું હજી સુધી વિચારતા પણ નથી. ભાઈસાહેબ, હું તો માગી માગીને થાક્યો, હવે આ મારી છેલ્લી માગણી છે. જો ત્રણ દિવસની અંદર મારી રકમ પાછી નહીં આપો તો જોયા જેવી થશે. તમારી ફજેતી થશે અને તમારી આબરૂનાય કાંકરા થશે. આ તમારા ધર્મગુરુની સાક્ષીએ તમને મારી આ છેલ્લી ચેતવણી આપવા હું આ સ્થળે આવેલ છું.”
પોતાના પડોશીની આ વાત સાંભળતાં જ પેલો રોજ પ્રાર્થના કરનાર ભાઈ તાડૂક્યો અને બોલ્યો કે “અલ્યા ! તું કોને ગળે પડે છે ? જા, જા, તારે થાય તે કરી લે. રૂપિયા કેવા અને વાત કેવી ?” આ બધું સાંભળી પેલા ધર્મગુરુ તો સડક થઈ ગયા. પેલો માગણી કરનાર પોતાની વાત કહીને ચાલતો થયો એટલે ધર્મગુરુએ પેલા રોજ પ્રાર્થના કરનારને પૂછ્યું કે “આ શું છે ? આ માગણીવાળો તમારો પડોશી ખરી વાત કરે છે કે ખોટી ?' પેલા ભાઈએ પોતાના ધર્મગુરુને જણાવ્યું કે “સાહેબ ! તમે આ દુનિયાદારીની વાતમાં શા માટે માથું મારો છો ? તમે તો સંસાર છોડીને સંન્યાસી સાધુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org