________________
લોકદીપક બુદ્ધગુરુ • ૧૩૧ પહોંચાડી દેવામાં આવી છે.
આજનો આ દિવસ શ્રી બુદ્ધગુરુને બોધિજ્ઞાન થયાનો છે; માટે જ આપણે માટે એ મંગળ દિવસ છે. એમણે પોતામાં જે પ્રકાશ અનુભવ્યો તે પ્રકાશ આ દેશમાં ખૂણે ખૂણે પહોંચાડવા ભારે પ્રયત્ન કર્યો, માટે જ તે લોકદીપક કહેવાયા છે. મરતાં મરતાં પણ તેઓ એ પ્રકાશની એકેય વાત કરવાનું ચૂક્યા નથી.
ઉપર જે બધું વૃત્તાંત લખેલું છે, તે માટે શ્રી રાહુલજીએ લખેલ બુદ્ધચર્યા', કોસંબીજીએ લખેલ “બુદ્ધલીલાસારસંગ્રહ વગેરેનો આધાર લેવા છતાં બધું સ્વતંત્ર રીતે લખેલું છે. ઉપર જે શ્રી બુદ્ધના મનના સંકલ્પોનું ચિત્રણ કરેલ છે, તે માટે ત્રિપિટક, મઝિમનિકાય, દીઘનિકાય વગેરે ગ્રંથોમાં આવતી બ્રાહ્મણોની ચર્ચા, વેદના પ્રામાણ્યની ચર્ચા, જન્મજાતિવાદની ચર્ચા, ક્ષત્રિયોની ચર્ચા વગેરેનો આધાર છે. આવું કડીબંધ લખાણ કાંઈ મૂળ પુસ્તકમાં નથી, છતાં આમાં લખાયેલા વિચારો પિટકગ્રંથોમાં ઠેરઠેર મળે છે.
બીજા-બીજા વાદીઓ જ્યારે સમાજનાં દુઃખસુખની પરવા કર્યા વિના અત્યારના મુનિ-સંન્યાસીઓની પેઠે યોગસાધનાનું બહાનું બતાવી, પરલોકકલ્યાણને નિમિત્ત કરી જાણ્યે-અજાણ્યે સ્વાદરપરાયણ જેવા દીસતા હતા. તે વખતે લોકદીપક બુદ્ધ સમાજનાં દુઃખને જ મૂળભૂત તત્ત્વ તરીકે સ્થાપ્યું અને તેને જ તેઓ પોતાની મુખ્ય શોધ તરીકે સમજાવવા લાગ્યા.
દુઃખ તો પ્રત્યક્ષ જ છે. એ માટે કોઈ શાસ્ત્રના પ્રમાણની જરૂર નથી કે જ્ઞાની સર્વજ્ઞના ઉપદેશની જરૂર નથી, તેમ કોઈ બ્રહ્મ-સાક્ષાત્કારની જરૂર નથી. પ્રત્યેક પ્રાણીને દુ:ખનો સાક્ષાત્કાર છે જ; એટલે એમણે બીજાં બીજાં અત્યંત પરોક્ષ અને જેમનો કોઈને પ્રત્યક્ષ અનુભવ નથી એવાં ઈશ્વર, આત્મા વગેરે તત્ત્વોને અવ્યાકૃત કોટિમાં રાખી એ માટેનો નકામો વાદવિવાદ વધાર્યો નહીં. દેહથી આત્મા જુદો છે અને દેહાધ્યાસને લીધે આપણને દેહ અને આત્મા એક લાગે છે એટલે આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ જીવનનું ધ્યેય છે–એવું કહેનારા વાદીઓ એ માથાકૂટમાં જ રહેતા, પણ તેમની એ સાક્ષાત્કારની પ્રવૃત્તિથી સમાજનું તલભાર પણ દુઃખ ઓછું થતું ન હતું. ઊલટું વધ્યા કરતું હતું; માટે જ તેમણે એ વિશે કોઈ વિધિનિષેધ ન કરતાં કેવળ ઉપેક્ષા દાખવી, અને સકળ પ્રાણીપ્રત્યક્ષ એવાં દુઃખ, દુઃખનાં કારણો, દુઃખ દૂર કરવાનાં સાધનો અને દુઃખનો ઉપશમ એ વિચારો ઉપર જ ખૂબ ભાર મૂક્યો; અને પોતાનું ધર્મચક્ર પણ એ તત્ત્વો ઉપર જ ઠેરવ્યું. બીજા વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org