________________
૧૩ર - સંગીતિ
વાદીઓ એમ કહેતા હતા કે આ જગતનો કર્તા, ધર્તા, પાલક અને સંહારક એક કોઈ ઈશ્વર છે, તેનું કર્યું જ બધું થાય છે, આપણે એક તણખલું પણ હલાવી શકતા નથી. આ તત્ત્વની પાછળ અને પેલા આત્મતત્ત્વની પાછળ ઉદ્દેશ તો તૃષ્ણાત્યાગનો હતો, અભિમાનરહિત થવાનો હતો અને રાગદ્વેષો ઓછા કરીને સર્વત્ર માણસ-માણસ વચ્ચે અને પ્રાણીમાત્ર વચ્ચે સમભાવ, એકભાવ કેળવવાનો હતો. પરંતુ પ્રજાની અજ્ઞાનતાને લીધે અને તે તે વાદીઓના સ્વચ્છંદને લીધે એ ઉદ્દેશ ભૂલાઈ જઈ એ તત્ત્વના પ્રરૂપક વાદીઓ એકબીજા સામસામા ભારે વિવાદમાં ઊતર્યા અને તેવા શાસ્ત્રાર્થના અખાડા જામવા લાગ્યા. આ અખાડામાં તે વખતના ક્ષત્રિયો પણ રસ લેવા લાગ્યા. આમ તે સમયે પ્રવર્તતો સામાજિક અન્યાય, રાજકીય અન્યાય અને એ બંને અન્યાયોને લીધે પ્રજામાં વધતી જતી હાડમારી તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું. આત્મવાદીઓ કહેતા કે એ તો પ્રજાનાં કર્મનું જ ફળ છે અને ઈશ્વરવાદીઓ કહેતા કે એ તો જેવી ઈશ્વરની ઈચ્છા. આવા નિરૂપણથી અન્યાય કરનારા રાજાઓ બહેકતા, અને તે તે તત્ત્વના પ્રરૂપક વાદીઓનો એ રાજાઓને ટેકો હતો. એટલે આમ રાજા અને ધર્મગુરુ બન્નેએ મળીને પ્રજાને લગભગ ભીંસી નાખી હતી; એટલું જ નહીં, પણ ઈશ્વરને ખુશ કરવાને હિંસામય બીજાં બીજાં કર્મકાંડો ઊભાં કરવામાં આવ્યાં અને આગલાં કર્મોનો નાશ કરવા માટે વળી જુદો જ દેહદમનનો માર્ગ અને તેને લગતાં જડ કર્મકાંડોનું કાળું ફેલાવવામાં આવ્યું. પણ દુઃખનું પ્રત્યક્ષ મૂળ માણસમાં પોતામાં જ પડ્યું છે અને તેને માણસ ઇચ્છે તો પળવારમાં દૂર કરી શકે છે. દુઃખનાં કારણો માણસ પોતે જ ઊભાં કરે છે અને તેનો નાશ કરવાના ઉપાયો તેની જ પાસે છે–આ બધું અનુભવસિદ્ધ ન સમજાવાને લીધે પ્રજાની આંખે આત્મા અને ઈશ્વર તથા પૂર્વકર્મના પાટા બંધાવવામાં આવ્યા, અને બિચારી અજ્ઞાન પ્રજા એ પાટાના ભારથી ગૂંગળાવા લાગી ને રાજાઓ તથા ધર્મગુરુઓ એ પાટા પ્રજાને બંધાવી તેના ઉપર જ મોજ કરવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં શાસ્ત્રાર્થો, વાદવિવાદો અને છ છ મહિના સુધી વાદ-વિવાદના અખાડા ચાલતા જ હોય અને તેમાં રાજા રસપૂર્વક ભાગ લેતા હોય, ત્યારે આમ જનતા તો શૂન્યવત્ બધું જોયા કરતી અને પોતાનાં દુઃખ છે માટે તેના જ વિચારમાં ઉદાસીન બની રહેતી. એવામાં જ બુદ્ધગુરુએ દુઃખતત્ત્વની વાત કરી પ્રજાની આંખ ઉપરના પાટા ખેસવી નાખ્યા અને પ્રજાને દુઃખ દૂર કરવાને પુરુષાર્થ કરવાનું સૂઝે એવું તેને ધર્મચક્ર મળ્યું. બુદ્ધગુરુએ સાફસાફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org