________________
૧૩૦ • સંગીતિ સમૂહસુખની વૃત્તિરૂપે શુદ્ધ કરી નાખી અને ચિત્તમાં અચાનક જેમ ઝબકારો થાય તેમ તેમને પોતાનું સાધ્ય સાંપડી ગયું અને સંસારના દુઃખનું મૂળ તેમના ધ્યાનમાં આવી ગયું. ચિત્તમાં જે ન કળી શકાય તેવી તૃષ્ણા રહે છે અને તે જ તૃષ્ણા જ્યારે સ્થૂળ આકાર ધારણ કરે છે, ત્યારે તમામ પ્રકારનાં દુઃખો ઊભાં થાય છે. વળી તે જ તૃષ્ણાને લીધે કેટલાંક કાર્યો દુઃખદ પરિણામવાળાં છતાંય સુખરૂપે ભાસે છે. તેમને લાગ્યું કે સંસારમાં એ તૃષ્ણાને જ બળે માસ્યન્યાય ચાલી રહ્યો છે અને માણસોનું મન પણ ઘણું જ સંકુચિત બની ગયું છે, જેને લીધે કેટલાક કલ્પિત ભેદો ઊભા કરી માણસ-માણસ વચ્ચે જુદાઈ પાડવાની વૃત્તિએ ધર્મનું રૂપ લીધું છે. કલ્પિત સ્વર્ગની તૃષ્ણામાંથી જ આ ઘોર હિંસા ચાલી રહી છે. તૃષ્ણાને લીધે જ ખૂનખાર યુદ્ધોને પણ ક્ષત્રિયો પોતાનો પરમધર્મ સમજે છે અને યુદ્ધ તરફ આકર્ષવા માટે “હતો વા પ્રસ્થતિ સ્વ' અર્થાત્ “યુદ્ધમાં હણાયેલો વીર સ્વર્ગને પામશે' એમ કહી યુદ્ધ તરફ મૂઢ લોકોને ખેંચે છે. ગ્રહણ, દિશાપૂજન, સૂર્યપૂજા વગેરે પણ જડ કર્મકાંડો તૃષ્ણામાંથી જ ઊભાં થયેલાં છે અને તૃષ્ણાને લીધે જ પુરોહિત લોકો શાસ્ત્રીય વાતો વિશે તર્ક કરવાની ના પાડે છે અને કહે છે કે વેદો તો સ્વત:પ્રમાણ છે, એની સચ્ચાઈ વિશે કોઈ તર્કની જરૂર નથી. ભલે વેદોનાં વાક્યોનો અર્થ ન સમજાય છતાંય તેમની સચ્ચાઈ વિશે જે કોઈ તર્ક કરશે તે નાસ્તિક કહેવાશે. શ્રાદ્ધ કરવાથી મરી ગયેલા સ્વજનો તૃપ્ત થાય છે, નદીસ્નાનથી પવિત્રતા મળે છે વગેરે અનેક પારમાર્થિક અને વ્યાવહારિક વિવિધ કર્મકાંડો એક તૃષ્ણામાંથી જ ઊભાં થયેલાં છે અને આમ જનતા તેમાં ભીંસાઈ રહી છે. તેની અજ્ઞાનતાનો લાભ તૃષ્ણાતુર પુરોહિતો, રાજાઓ અને વૈશ્યો મેળવી જાય છે. જન્માંતરમાં આમ મળશે, તેમ મળશે એમ કરી કરીને પુરોહિતો લોકો પાસેથી દાનો પડાવે છે અને રાજાને દેવાંશ કહીને તેના અનાચાર તથા જુલમોનો બચાવ કરે છે. આ અને આવું બીજું બધું સંશોધન સિદ્ધાર્થ ભિક્ષુના મનમાં આપોઆપ ફુરી આવ્યું. તૃષ્ણાને તેમણે જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી. તેને બદલે તેને વિશ્વપ્રેમ, વિશ્વેતા, સમૂહનાં દુઃખોમાં સહાનુભૂતિ વગેરે રૂપમાં ફેરવી નાખી અને હવે તે ભિક્ષુ બુદ્ધ થયા અને તેમને આ જાતનું પાકું જ્ઞાન એટલે બોધિ વૈશાખ સુદ પૂનમને દિવસે પીપળાના વૃક્ષની નીચે બેઠાં બેઠાં ધ્યાન કરતાં થઈ ગયું.
હવે તો આપણા વર્તમાન લોકો એ પીપળાની પણ પૂજા કરે છે; એટલું જ નહીં, પણ પૂજા માટે પીપળાની શાખાઓ ઠેઠ લંકા-અનુરાધાપુર સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org