________________
લોકદીપક બુદ્ધગુરુ . ૧૨૯ શરીર, માંસ, લોહી ભલે સુકાઈ જાય, તો પણ જે સાધ્ય માટે હું ભિક્ષુ થયો છું, તેની સિદ્ધિ વિના અહીંથી ખસીશ નહિ.” આ સંકલ્પ કરીને સિદ્ધાર્થ ભિક્ષુએ લાગલગટ છ વરસ સુધી ઘરમાં ઘોર તપ આચર્યું. તે તપની વાત સાંભળતાં જ આપણાં રૂંવાડાં બેઠાં થઈ જાય એવું એ ભયંકર તપ હતું. આ વિશે “મઝિમનિકાય' નામના ગ્રંથમાં ‘સિંહનાદસુત'માં ભારે અદ્ભુત વૃત્તાંત છે. તેવું અઘોર તપ તપતાં હાથપગ સળેકડા જેવા થઈ ગયા, બરડાની કરોડ એક સાંકળની જેમ પ્રત્યક્ષ દેખાવા લાગી. ભાંગેલા ઘરની વળીઓની પેઠે એની તમામ પાંસળીઓ હચમચી ગઈ. આંખો એકદમ ઊંડી ઊતરી ગઈ અને કરમાયેલા કોળાની પેઠે તેની શરીરકાંતિ તદ્દન કરમાઈ ગઈ. પેટ અને પીઠ બન્ને એકબીજાને જાણે વળગી પડ્યાં હોય તેમ તદન ચોંટી ગયાં. કોલસા ભરેલી સગડીને ચલાવતાં જેમ ખડખડ અવાજ થાય, તેમ તે
જ્યારે હલનચલન કરતા, ત્યારે તેનાં હાડકાં ખડખડ થવા લાગ્યાં. આ તો તે તપનું સાધારણ વર્ણન છે, પણ તેનો ખોરાક, તેનાં વિવિધ આસનો, તેનાં વસ્ત્રો વગેરે એવાં કઠોર હતાં, જે સાંભળતાં જ દિક્યૂઢ થઈ જવાય. એમના વખતમાં આવી દેહદંડની પરંપરા પહેલેથી ચાલી આવતી હતી અને સાધકો બધા આ રસ્તે જ ચાલતા હતા. એથી સિદ્ધાર્થ ભિક્ષુએ પણ એ કઠોરતમ દેહદંડનો માર્ગ અજમાવી જોયો અને તે પણ બેચાર મહિના નહીં, પણ પૂરા બોત્તેર મહિના. આવું આકરું તપ કર્યા પછી પણ તેમની સાધ્યની સિદ્ધિનો પત્તો લાગ્યો નહીં. એટલે સિદ્ધાર્થ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે શું આ મારા માર્ગમાં કોઈ ભૂલ હશે કે જેથી મારું સાધ્ય હજુ સુધી મને જડતું નથી. કદાચ સપાટ રણમાં કોઈ વટેમાર્ગ ભૂલો પડે તેમ હું આ માર્ગમાં ભૂલો તો નહીં પડ્યો હોઉં? આમ વિચારતાં-વિચારતાં તેમને કઠોર દેહદંડનો માર્ગ કાંઈક અવળો લાગ્યો, તેથી તેઓ ધીરે ધીરે આહાર ઉપર આવવા લાગ્યા. આમ સાદા આહારથી ધ્યાનમાં મગ્ન થતાં તેઓ પરમશાંતિ–વીતરાગતાનું સુખ અનુભવવા લાગ્યા. પણ હજી સાધ્યની સિદ્ધિ દૂર હતી. આ વખતે ધ્યાનમાં જ્યારે તેઓ સ્થિર થતા, ત્યારે કેટલીક વાર તેના ચિત્તમાં પેલી જૂની વાસનાઓ ઊઠી આવતી : રાગની, મોહની, પ્રેમસુખની તૃષ્ણાની, ઈર્ષ્યાની આમ તરેહતરેહનાં રૂપ લઈ ચિત્તની અંદર જડ ઘાલીને બેઠેલી એ વાસનાઓની ભૂતાવળ શ્રી સિદ્ધાર્થને સતામણી કરવામાં પાછું વાળીને ન જોતી. પણ સિદ્ધાર્થ પોતાના સંકલ્પથી ડગ્યા જ નહીં અને તે બધી વાસનાઓને તેમણે પવિત્રતાના રૂપમાં ફેરવી જનકલ્યાણના સંલ્પરૂપે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org