________________
૧૨૮ • સંગીતિ
લખલૂટ ખર્ચ ગરીબ બિચારા મજૂરો, ખેડૂતો સિવાય તમે ક્યાંથી મેળવો છો? અને એ ખર્ચ બદલ તમે તેમની કેટલીક સંભાળ લ્યો છો? મહારાજ! વધારે શું કહું? મેં તો આ જગતમાં ચારેકોર દુઃખ, દુઃખ ને દુઃખ જ દીઠું છે. મારે એ દુઃખનું નિમિત્ત ન બનવું અને એ દુઃખના ઉપશમનો ઉપાય શોધવો એ જ એક ઉદ્દેશથી મેં મારું રાજપદ તજી આ ભિક્ષુપદ લીધેલ છે.
રાજા તો આ બધું સાંભળીને સડક થઈ ગયો અને ભિક્ષુ સિદ્ધાર્થનો નિશ્ચય જોઈ તેને કહેવા લાગ્યો, કે “હે રાજકુમાર ! હવે મારે તને કશું જ કહેવું નથી, પણ તું જો તે જણાવેલા દુઃખનો ઉપશમ થાય એવો રસ્તો શોધી શકે, તો એ તું મને જરૂર બતાવજે; તો એ માર્ગને હું કાંઈક સહાયક થઈ શકું એવું જરૂર કરવા મારી વૃત્તિ છે.”
આ પછી શ્રી સિદ્ધાર્થભિક્ષુ તે વખતના જે પ્રસિદ્ધ યોગમાર્ગના સાધકો આલારકાલામ ને ઉદ્કરામપુત્રઋષિ હતા; તેમના આશ્રમમાં ગયો અને ત્યાં જઈને તેમણે બતાવેલી તમામ સાધના તેણે કરી જોઈ, પણ તેના મનનું પૂરું સમાધાન ન થયું. તે આશ્રમોમાં તેણે જોયું કે આ સાધકો સમાજનાં દુઃખો તરફ બેદરકાર છે; એટલું જ નહિ, પણ સંસારમાં જે અન્યાય ચાલી રહ્યો છે અને ધર્મને નામે હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ વગેરે જે અનેક અપવિત્ર પ્રવૃત્તિઓ જોસભેર બહેકી રહી છેતે તરફ પણ આંખમીંચામણાં કરી રહ્યા છે. કેવળ થોડા વખતની સમાધિથી પોતાના મનને નિષ્ક્રિય કરવામાં જ આ સાધકો પોતાની યોગસિદ્ધિ સમજે છે. પરંતુ શ્રી સિદ્ધાર્થને લાગ્યું કે જયાં સુધી મન સહજ રીતે સમ ન થાય અને તે અન્યાયનો પ્રતિકાર કરવાનું જબરજસ્ત આંદોલન જગાડી જગતમાં ધર્મને નામે ચાલતો અધર્મ નાબૂદ ન કરી શકે અને આવી પ્રવૃત્તિમાં પડવા છતાં પણ પોતાની સમતુલા ન ગુમાવી શકે, ત્યારે જ ઠીક સાધના કરી એમ કહી શકાય. આ માટે તેને તે વખતના કોઈ આશ્રમોમાં જવાથી સંતોષ ન થયો. તેથી છેવટે તેણે પોતે જાતે જ પોતે ધારેલી સાધનાને સાધવાનું નક્કી કર્યું. ફરતો ફરતો તે ગંગાની પાસેના ઉરુવેલા (વર્તમાન બોધગયા, જિલ્લો ગયા) નામના સ્થાનમાં આવ્યો. આ સ્થાન પ્રાકૃતિક રીતે અત્યંત મનોહર હતું અને આ ભાગમાં જ થઈને નિરંજના (વર્તમાન નિલાજન, જિલ્લો ગયા) નદી વહેતી હતી. શ્રી સિદ્ધાર્થ ભિક્ષએ આ સ્થાનમાં રહીને જ પોતાની સાધના આગળ વધારવા માંડી. તેણે નિશ્ચય કર્યો કે “ભલે મારી ચામડી ઉતરડાઈ જાય, નસો તૂટી જાય, હાડકહાડકું ભાંગી જાય વા હું માત્ર હાડકાંનો માળો જ બની જાઉં, મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org