________________
લોકદીપક બુદ્ધગુરુ • ૧૨૭ રાજા તેની પાસે જ એક બાજુએ આવીને બેઠો. એ વખતે રાજા અને સિદ્ધાર્થ ભિક્ષ વચ્ચે જે સંવાદ થયો તે આ પ્રમાણે હતો :
રાજા : તારા દેહનું લાવણ્ય જોતાં તું જરૂર કોઈ ઉચ્ચ કુળનો હોવો જોઈએ. આવી તરુણ અવસ્થામાં તારે તારી રાજશ્રીનો ત્યાગ કરવાનું કારણ મને કહીશ તો તેનો કાંઈ તોડ નીકળી શકશે. તું અહીં શા માટે આવેલો છે? તને જોઈને મને એમ આપોઆપ થયું છે કે આ માણસ-શિરોમણિને મારી પાસે રાખવો અને તેને રાજ્યની મોટી પાયરીએ ચડાવવો. મને એમ નક્કી લાગે છે કે તું મારી સેનામાં ઘણું ઉત્તમ કામ બજાવી શકીશ.
ભિક્ષુ સિદ્ધાર્થ : મહારાજ ! હિમાલયની તળેટીમાં શાક્યોનું સમૃદ્ધ રાજય છે, તેની કીર્તિ તો આપે સાંભળી જ હશે. હું ત્યાંના રાજા શુદ્ધોદનનો પુત્ર છું. કોઈ પ્રકારની સંપત્તિની આશાએ મેં આ ભિક્ષુપદ નથી લીધું, પણ મેં આપણા દેશમાં ધર્મને નામે અધર્મ થતો જોયો છે; યજ્ઞોમાં મૂંગા પશુઓનો હોમ કરીને સ્વર્ગ મેળવવાનો વહેમ આપણી પ્રજામાં ફેલાયેલો જોયો છે; યજ્ઞને નિમિત્તે હિંસા ઉપરાંત ચૌર્ય અને મદ્યપાનને પણ સમર્થન આપનારા હોતાઓને મેં નજરે જોયા છે. બ્રાહ્મણો પોતાનો ધર્મ ચૂકી મહાપરિગ્રહી બની બેઠા છે. ક્ષત્રિયો પોતાનો રાજધર્મ ચૂકી વિલાસી, અભિમાની અને કજિયાખોર થઈ ગયા છે. વર્ણાશ્રમધર્મને નામે શૂદ્રો તો પશુ કરતાં પણ હલકા ગણાવા લાગ્યા છે. સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર, વેદ શીખવાનો અધિકાર જ નહિ. લોકભાષાને પણ આ પુરોહિતો અવગણવા લાગ્યા છે, તથા ઈશ્વર આત્મા વગેરે તત્ત્વો જ સંયમનાં પોષક, માણસ માણસ વચ્ચે પ્રેમ વધારનારાં અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીને જોડનારાં હતાં તેને બદલે આ વિવાદી લોકોએ તે વિશે મોટા ઝઘડા ઊભા કર્યા છે અને એના વાદો માંડ્યા છે, તથા બીજા પણ અનેક વાદો પંડિતોએ ઊભા કરીને ધર્મનું સાદું રૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બધું તદન ગૌણ કરીને પ્રજાને ભારે મૂંઝવણમાં નાખી છે. હું જોઉં છું કે રાજાઓ, પુરોહિતો, વૈશ્યો બધા જ ગરીબ બિચારી પ્રજાને ખાંધે ચડીને તેને ચૂસી રહ્યા છે. તમે જ કહો ને, રાજન્ ! કે તમે કયો પરસેવો પાડીને આ રાજ્યપદ મેળવ્યું છે? તમારો
૧. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં અનાથી મુનિને લગતું સંયતીય નામે એક અધ્યયન અઢારમું છે.
તેમાં એક રાજા અને મુનિ વચ્ચેના સંવાદની નોંધ છે. મેં કેટલાક વૃદ્ધ મુનિઓ પાસેથી એમ સાંભળ્યું છે કે તે સંવાદ શ્રી બુદ્ધ અને રાજા શ્રેણિક વચ્ચેનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org