________________
૧૪૪ • સંગીતિ
બુદ્ધ ભગવાનના વિચારોને સમજાવવા સારુ અનેક સ્થળે પ્રસિદ્ધ પ્રસિદ્ધ હકીકતોને મૂળ વિચાર સાથે સરખાવીને વિશેષ વિશદ રીતે સમજાવેલ છે. એ હકીકત આ લખાણમાં આવવાની છે. ધમ્મપદના કયા વર્ગની કઈ ગાથામાં કેવી કેવી ઉપમાઓ બતાવેલ છે તેનું વિગતવાર વર્ણન આ લેખમાં છે.
સૌથી પ્રથમ યમકવર્ગમાં શરૂઆતની ગાથામાં શુભ સંકલ્પો અને અશુભ સંકલ્પો વિશે ચર્ચા છે. ગ્રંથકારને એમ કહેવાનું છે કે જે માણસ શુભ સંકલ્પો કરે છે તેને સુખ કદી છોડતું નથી–જેમ પડછાયો અને પદાર્થ પરસ્પર સદા સાથે જ રહે છે. પડછાયો પદાર્થ વિના કદી હોતો નથી તેમ શુભ સંકલ્પ કરનાર કદી પણ સુખ વિના રહી શકતો નથી. આ હકીકતને સમજાવવા ધમ્મપદનો કર્તા કહે છે કે “મની વે પ્રસન્નેન માસતિ વા કરોતિ વા તો તે સુમતિ છીયેવ બનાવની' અર્થાત્ જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તેની પાછળ સુખ સદા ચાલ્યા જ કરે છે–જેમ પદાર્થનો પડછાયો પદાર્થની પાછળ પાછળ નિરંતર ચાલ્યા જ કરે છે. અહીં પ્રસન્ન એટલે સમદર્શી સમભાવયુક્ત મન એમ સમજવાનું છે. આથી ઊલટું જે માણસ અપ્રસન્ન મન વડે એટલે વિશેષ દુષ્ટતાયુક્ત મન રાખીને જે કાંઈ બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે. જેમ ગાડામાં જોડેલો બળદ જ્યારે ચાલે છે ત્યારે તેની પાછળ ગાડાનું પૈડું ચાલ્યા જ કરે છે. મનસા વે પર બાસતિ વી કરોતિ વા તો તું તુવરHવેતિ વર્ષ વ વદતો પર્વ | આ રીતે પડછાયો અને પદાર્થનો તથા બળદ અને પૈડાંનો દાખલો આપવાથી માણસ સાથે દુઃખ અને સુખનો સંબંધ વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપમા આબાળગોપાળ સૌને જાણીતી છે. શ્રી બુદ્ધ ભગવાન જગતના નાના મોટા તમામ પદાર્થોને જોઈને કેવી સૂક્ષ્મ રીતે વિચારતા હતા એ વાત પણ આ હકીકતથી આપણા ખ્યાલમાં આવી શકે છે. પછી એ જ વર્ગમાં સાતમી ગાથામાં પવન અને દૂબળા વૃક્ષની ઉપમા આપીને એમ જણાવેલ છે કે જેમ પવન દૂબળા વૃક્ષને મૂળથી ઉખેડી નાખે છે, તેમ જે માનવ ખાવાપીવામાં માપ રાખતો નથી અને મોજમાં આવે તેમ જ્યારે ખાવાનું મન થાય ત્યારે પ્રમાણનું ધ્યાન રાખ્યા વગર ખાધા કરે છે અને પીધા કરે છે, તે માનવને તેનો સ્વછંદ જ, તેની વાસના જ મૂળથી ઉખેડી નાખે છે; એટલે કે તેનો પોતાનો વિનાશ તેની વાસના દ્વારા જ થાય છે : પોનનષ્કિ અમથું છુસીત હીનવરિએ તે વે પતિ મારો વાતો વર્ષ ૨ ટુવ્વતં | જે મનુષ્ય પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org