________________
ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૫
ખાનપાનનું માપ જાણતો નથી, તે આળસુ થાય છે અને આળસુ થવાથી સામર્થ્ય વગરનો બને છે; આવી સ્થિતિમાં તેનું મન તેના પોતાના કબજામાં રહી શકતું જ નથી. તેથી જેમ પવન દૂબળા ઝાડને ઉખેડી નાખે છે તેમ તે માણસને તેની પોતાની પ્રવૃત્તિ જ વિનાશ તરફ ધકેલે છે. પછી એવે ટાણે તે કશું વિચારી કે સમજી શકતો જ નથી. એટલે માણસે જો સુખી થવું હોય તો પોતે પોતાના મનને કબજે રાખવાનો થોડો થોડો અભ્યાસ કરવો જોઈએ. આ પછીની ગાથામાં આથી બરાબર ઊલટી હકીકત આપીને પવન તથા શિલામય પર્વતનો દાખલો બતાવેલ છે. જેમ પવન એવા શૈલ પર્વતને જરા પણ કંપાવી શકતો નથી. તેમ જે માણસ ખાનપાનમાં બરાબર નિયમિત છે, માપસર જ ખાય છે અને પીએ છે, ગમે તેવું સ્વાદિષ્ટ ખાણું કે પીણું આવ્યું હોય તો પણ તેને બરાબર માપસર જ લે છે, તે માણસ પૂરી શ્રદ્ધાવાળો હોઈ કદી આળસુ હોતો નથી, અને આળસ તેનાથી દૂર રહેતી હોવાથી તે બરાબર સારી રીતે શક્તિસંપન્ન હોય છે, શક્તિનો સદુપયોગ કરનાર હોય છે. તેથી આવા વીર્યશાળી માણસને તેની વાસના જરા પણ હેરાન કરી શકતી નથી; જેમ પવન પર્વતને મુદ્દલ હલાવી શકતો નથી : મોલમ્ફ 7 મત્તબું સર્જ આન્દ્વવીરિયં તું ને ન વ્વસતિ મારો વાતો સેલ્લું વ પનતં ! આમાં એક ધ્યાન રાખવાની વાત એ બતાવેલ છે, કે ધૂળનો ભારે મોટો કોઈ ઢગલો હોય તો પવન તેને પોતાના ઝપાટાથી આકાશમાં ઉડાડી મેલે છે; પણ આ તો શિલામય અર્થાત્ પાષાણોથી ભરપૂર પર્વત છે, તેને પવન જરા પણ હલાવી શકતો નથી, એ બતાવવા પર્વત સાથે ‘શૈલ’ શબ્દને જોડ્યો છે. અર્થાત્ જે માણસ ખાનપાનમાં માપને સમજે છે તે માણસ શિલામય પર્વત જેવો ભારે મજબૂત હોય છે. આથી આગળ તેરમી અને ચૌદમી ગાથાઓમાં બરાબર છાયેલ ધરની અને બરાબર નહીં છાયેલ ઘરની ઉપમા આપીને ચિત્તની પરિસ્થિતિ સમજાવેલ છે. જે માણસે નિરંતર ટેવ પાડી પાડીને પોતાના ચિત્તને બરાબર કબજામાં રાખેલ છે અને અમુક સદ્ભાવનાઓ કરી કરીને બરાબર ભાવિત કરેલ છે તે માણસની વાસના તેને વીંધી શકતી નથી. જેમ ઘર સારી રીતે છાયેલ હોય, તેના છાપરામાં ક્યાંય કાણું ન હોય તો વરસાદ એ ઘરને વીંધી શકતો નથી, તેમ ભાવિત ચિત્તવાળો માણસ પોતાની વૃત્તિઓથી જરા પણ વીંધાતો નથી. યથા ઝાં સુઘ્ધાં વુદ્ધિ ન સમતિવિતિ । એથી ઊલટું જે માણસ પોતાના ચિત્તને બરાબર સમજી કબજામાં રાખવાની ટેવ પાડતો નથી અને સદ્વાચન, સત્સંગ વગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org