________________
૧૭. ધમ્મપદની ઉપમાઓ
જ્યારે તત્ત્વનું ચિંતન કરવાનું હોય છે વા તત્ત્વનું ચિંતન બીજાઓને સમજાવવાનો પ્રસંગ આવે છે, ત્યારે અનેક બીજી સર્વાનુભૂત હકીકતોના દાખલા સ્મરણમાં આવી જાય છે અથવા લોકોને એવા દાખલા આપવામાં આવે છે. આ દાખલા એટલા બધા પ્રસિદ્ધ હોય છે કે જેને આ-બાળગોપાળ જાણતા હોય છે. મૂળ વિચાર અને આ સર્વાનુભૂત હકીકતો વચ્ચે પરસ્પર સમાનતા બતાવીને મૂળ વિચારને સમજાવવો વધારે સુલભ વા સુકર લાગે છે. આમ એકબીજી ઘટના વચ્ચે પરસ્પર સમાનતા બતાવવાનું નામ ઉપમા છે. કવિઓ પોતાનાં કાવ્યોમાં પ્રસંગે પ્રસંગે વિવિધ પદાર્થોનું વર્ણન કરતાં વા વિવિધ હકીકતોનું વર્ણન કરતાં ઉપમાનો પ્રયોગ કરતા આવ્યા છે, તેમ તત્ત્વચિંતકો પણ એ જ ઉપમાઓનો તત્ત્વવિચારો સાથે પણ પ્રયોગ કરતા આવ્યા છે. અલંકારશાસ્ત્રમાં જેટલા અલંકારો ગણાવેલા છે, તેમાં મૂળભૂત આ ઉપમા અલંકાર છે, અથવા સર્વ અલંકારોની માતા આ ઉપમા જ છે એમ કહીએ તો કહી શકાય. વેદોમાં પણ કોઈ પ્રસંગે જડ બ્રાહ્મણને દેડકા સાથે સરખાવેલ છે. જેમ દેડકો અર્થ વગરનું ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે, તેમ અર્થને સમજ્યા વગર જે માત્ર વેદપાઠ કર્યા જ કરે છે, તેને દેડકા સાથે સરખાવીને એ હકીકતને વધારે સ્પષ્ટ કરવામાં આવેલ છે. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના રઘુવંશમાં પ્રથમ જ શ્લોકમાં મહાદેવ અને પાર્વતીનો પરસ્પર અભેદ બતાવવા તેમને શબ્દ અને અર્થની સાથે સરખાવેલ છે. જેમ વાણી અને અર્થ પરસ્પર સંબદ્ધ છે, પરસ્પર સંપર્ક ધરાવે છે, તેમ પાર્વતી અને પરમેશ્વર એટલે મહાદેવ પણ એકબીજા એવો જ અભેદ સંબંધ પરસ્પર ધરાવે છે. ‘વાળાઁવ સંવૃત્તી પાર્વતી-પરમેશ્વરનૈ' આમાં પાર્વતી અને પરમેશ્વરના પરસ્પરના સંબંધને વાણી અને અર્થના પરસ્પરના સંબંધ સાથે સરખાવીને તેને વિશેષ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. આ જ રીતે ધમ્મવમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org