________________
૧૪૨ ૦ સંગીતિ
પારમિતાઓ વિશે મહાસંત બુદ્ધમહર્ષિની વાતો લખવાની છે. એ વાતો મૂળ પાલિ ભાષામાં (માગધી ભાષામાં) લખાયેલાં જાતકોમાં આપેલી છે. તે ઘણું કરીને સાતસો જેટલી છે. તેમાંની જે વિશેષ રુચિકર અને વાચકને પ્રેરક થઈ શકે એવી હશે, તેમને અહીં અગ્રસ્થાન આપનાર છું.
સૌથી પ્રથમ મહર્ષિ બુદ્ધે પોતાના પૂર્વજીવનમાં કેવા કેવા પ્રસંગે એ પ્રજ્ઞાપારમિતા કેળવી હતી અને તેથી તેમને સુખપ્રાપ્તિમાં કેવી સગવડ મળી હતી, તે વિશે સારગ્રાહી કથાઓ આલેખવાનો છું. તેનો મૂળ આધાર ઉપર જણાવેલાં જાતકો—જાતકકથાઓ છે. મારી ધારણા છે કે સ્વાસ્થ્ય બરાબર રહ્યું તો સમગ્ર જાતકકથાઓ રુચિકર થાય એ રીતે સારરૂપે અને પારમિતાના ક્રમે ‘અખંડ આનંદ’ના વાચકોને પૂરી પાડું, અને એવી પણ ઉમેદ છે કે એના લખાણથી મને પોતાને ચિત્તશુદ્ધિનો મોટો ગુણ સાંપડે અને વાચકોને પણ એ ગુણ સાંપડે; કારણ કે સ્વાધ્યાય મોટો લાભ કરે છે. લખનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે અને વાચનારને પણ સ્વાધ્યાય કરવો પડે છે. ‘શિવમસ્તુ સર્વનાતઃ ।'
– અખંડ આનંદ, ફેબ્રુ. - ૧૯૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org