________________
પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર • ૧૯૫ પ્રજા સુખી નથી. આ બધું દીવા જેવું સ્પષ્ટ છે છતાં તે તે દેશના દક્ષપુરુષોનું–જેમની સત્તા ચાલે છે એવા પુરુષોનું–રૂંવાડુંય ફરકતું નથી એ કેવી ભયંકર સ્થિતિ છે ! આ પરિસ્થિતિ હોવાથી બીજા પણ અનેક સંઘર્ષો ઊભા થતા રહે છે. આપણા ભારત દેશમાંની દેશની પરિસ્થિતિ અને આબોહવાની અનુકૂળતા તથા ખેતીપ્રધાનતાને લીધે જે જે મોટી મોટી યોજનાઓ થઈ રહેલ છે, જેમાં આપણી શક્તિ ઉપરવટ નાણાં ખર્ચાઈ રહ્યાં છે, છતાં દેશમાં આમજનતાને વ્યાપક રીતે સંતોષ કે સમાધાન મળતાં નથી. જે અનુભવી પુરુષો આ સામે ચેતવણી આપતા રહે છે તેમનું કોઈ કાને ધરતું નથી. બધા જ કહે છે કે શિક્ષણ બરાબર નથી, આયોજન બરાબર નથી; છતાંય એમ ને એમ ચાલ્યા કરે છે. હિંસક અને સ્ફોટક પરિસ્થિતિઓ જ્યાં ત્યાં પેદા થતી રહે છે, છતાં પાછા ફરીને જોવાનું કેમ સૂઝતું નથી ? આની પાછળ કઈ વૃત્તિ, કયો સંકલ્પ કે કયા પ્રકારની રાષ્ટ્રહિતની બુદ્ધિ કામ કરી રહેલ છે એ વિશે કાંઈ સમજણ પડતી નથી. જયાં જુઓ ત્યાં છાપામાં, લોકોમાં અને મોટા નેતા પુરુષોમાં પણ બળાપાની વૃત્તિ જણાતી રહે છે. ઘણા કહેતા રહે છે કે અત્યારે પૂ. ગાંધીજી હોત, યા સરદાર સાહેબ હોત, યા કિડવાઈ સાહેબ હોત તો જરૂર પરિસ્થિતિ આવી ન હોત. પણ હવે તેઓ પાછા કેવી રીતે આવે ? એટલે આપણે જે વર્તમાનમાં છીએ એમણે જ કાંઈ વિચારવું પડશે, પ્રવૃત્તિ કરવી પડશે અને ઇલાજ કરવો પડશે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એટલે એને પરસ્પર સહકાર વિના ચાલી શકતું જ નથી. એ એકબીજા દેહધારીને જફા પહોંચાડ્યા વિના માનવદેહ ટકી શકે એમ નથી. એટલે સંઘર્ષ વૃત્તિ જ પેદા ન થાય એ બનવું અશક્ય છે. પણ મનુષ્ય એવી સ્થિતિ પેદા કરી શકે છે કે પરસ્પરનો સંઘર્ષ એકબીજાના શોષણની સ્થિતિ સુધી ન પહોંચે. દા. ત., એક માણસ પાસે લાખો એકર જમીન છે, જેની પૂરી વ્યવસ્થા પણ કરી શકાતી નથી; છતાં તેને તે ઉપરનું મમત્વ છોડી શકાતું નથી, જેને પરિણામે બીજા હજારો જમીન વગરના રહીને નાગા-ભૂખ્યા જીવી રહ્યા છે. આ સ્થિતિ દંડ કે ભયથી પણ અટકી શકે અને મમત્વના ત્યાગથી તથા એકબીજાનાં સુખદુઃખ સમજવાથી પણ અટકી શકે. પહેલો ઉપાય ભારે ખતરનાક છે. એનાથી છેવટે વ્યક્તિની જ સત્તા જામે છે અને બીજા તમામને તેના દાબમાં જીવવું પડે છે. ત્યારે બીજો ઉપાય સર્વને હિતકર છે, અને વિચારશક્તિ ઉપર નિર્ભર છે. અત્રે શ્રી ગાંધીજીએ આ બીજો ઉપાય આપણે બરાબર સમજીએ એ દષ્ટિએ પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org