________________
१२
કૉલેજના અર્ધમાગધીના અધ્યાપક નિમાયા.
સને ૧૯૪૦માં તેમણે મુંબઈ યુનિવર્સિટી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ વિશે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી.
છેલ્લાં ચાળીસ વર્ષ દરમિયાન પંડિતજીને જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના તો પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તો તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટીના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા; સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. અને આ બધાની પાછળ, જૈન સાહિત્યમાંની સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બનાવવાની જે ક્રાંતિકારી ભાવના તેઓ સેવી રહ્યા હતા તે અપૂર્વ હતી. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યોગ બહુ વિરલ ઘટના ગણાય.
પોતાને સત્ય સમજાયા પછી બીજાની સમક્ષ રજૂ કરતી વખતે એની કટુતા કે ઉગ્રતાને દૂર કરવા માટે એના ઉપર સાકરનો પટ ચડાવવાની વ્યવહારદક્ષતામાં પંડિતજી પડતા હી, પણ નગ્ન સત્ય પ્રગટ કરવા બદલ પોતા ઉપર જે મુશ્કેલી આવી પડે તેને સહજ ભાવે વધાવી લેતા. પણ કોઈ પણ સત્યનો જિજ્ઞાસુ એમની પાસે જઈ ચડે તો બાળસહજ નિસ્વાર્થ આત્મીય ભાવનાથી એને મદદ કરવામાં પંડિતજી ખૂબ આનંદ અનુભવતા હતા. અને કોઈનું પણ કામ કરી છૂટવું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે ઉપયોગી થઈ પડવું, એ માટે પંડિતજી સદા તૈયાર રહેતા હતા.
જૈન આગમોને પ્રકાશિત કરવાનો જ નહીં, પણ તેના અનુવાદો પ્રસિદ્ધ કરવાનો પણ માર્ગ આજે ખુલ્લો થયો છે અને તેની સામેનો વિરોધ નામશેષ બન્યો છે તેનું શ્રેય પંડિતજીને ફાળે જાય છે. આ નૂતન વિચારસરણીને જન્માવવામાં પંડિતજીએ જે સંકટોનો સામનો કર્યો છે તે ચિરસ્મરણીય બની રહેશે.
પંડિતજીનો આખો પરિવાર સરસ્વતીપરાયણ છે. તેમના મોટા પુત્ર સ્વ. ડૉ. પ્રબોધ એમ. એ., પીએચ. ડી. (લંડન) હતા. તેમનાં મોટાં પુત્રી બેન સ્વ. લલિતા કર્વેનાં જી. એ., પી. એ. અને બી. ટી. હતા. નાનાં પુત્રી લાવણ્યવતી મેટ્રિક પાસ છે ને નાનો પુત્ર શિરીષ એજીનીયર હતા.
જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી જેવા અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org