________________
૨૨ ૦ સંગીતિ
મહાવીરના જન્મપ્રસંગથી માંડીને તીર્થસ્થાપન સુધીનો વૃત્તાંત આવે છે. તેમાં જન્માભિષેકનો પણ વર્ણક છે. ત્યાર પછી કલ્પસૂત્ર મૂળ અને આવશ્યકનિયુક્તિના ભાષ્યમાં એ જ જન્માભિષેકનો વર્ણક છે, નિર્યુક્તિના ભાષ્યનો વર્ણક માત્ર “મંદરગિરિના ઉલ્લેખને લઈને પૂર્વોક્ત વર્ણકથી જુદો જણાય છે. આ પછીના ગ્રંથોમાં જન્માભિષેકને પ્રસંગે ઇંદ્રની શંકા, એના સમાધાન માટે મેરુનો પ્રકંપ વગેરે રસપૂર્ણ વર્ણકો (બારમા સૈકામાં) શ્રી નેમિચંદ્રસૂરિના પ્રાકૃત “મહાવીરચરિયમાં અને શ્રી હેમચંદ્રસૂરિના મહાવીરચરિત્રમાં વા યોગશાસ્ત્રના આરંભમાં આવે છે. જયારે આ વિશે આચારાંગ મૂળમાં કે આવશ્યક નિર્યુક્તિના ભાગમાં કશો ઉલ્લેખ મળતો નથી. તદુપરાંત આચારાંગના મૂળની ટીકા કરનાર શ્રી શીલાંકસૂરિ અને આવશ્યક નિર્યુક્તિની વૃત્તિ કરનાર શ્રીમાન્ હરિભદ્રસૂરિ પણ એ વિશે કાંઈ ઇશારો સરખો પણ કરતા નથી; જોકે તેઓશ્રી બીજું તો ઘણું સરસ વર્ણન આપે છે.
બૌદ્ધ ‘લલિતવિસ્તરા” ગ્રંથમાં પણ, બુદ્ધના જન્મ પ્રસંગે “પૃથ્વી કંપી હતી” એ ઉલ્લેખ આગળ જણાવેલો છે. એક પ્રસંગને જ લગતાં આવાં અનેક જુદાં જુદાં વર્ણનો મહાવીર-ચરિત્રમાં પણ મળવાં અસંભવિત નથી. માટે ઐતિહાસિક દષ્ટિએ મહાવીર-ચરિત્ર લખનારે આ બધા ભિન્ન ભિન્ન ઉલ્લેખોનો પરિચય જરૂર ધરાવવો જ જોઈએ અને એ ઉપરથી નીકળતું ઐતિહાસિક રહસ્ય, કવિની દૃષ્ટિ અને શ્રદ્ધાપ્રધાન ભક્તનું હૃદય એ બધું વાચક વર્ગ સમક્ષ જરૂર સ્પષ્ટ કરવું જોઈએ. વાચકોની સમજૂતી માટે મૂળ આચારાંગના એ ચોવીસમા અધ્યયનનો, કલ્પસૂત્રમૂળનો અને નિયુક્તિના ભાષ્યનો પાઠ અર્થ સાથે અહીં આપી દઉં છું:
___"तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी अह अन्नया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धठमाणं राइंदियाणं वीतिकंताणं जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चित्तसुद्धे तस्स णं चित्तसुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं जोगोवगतेणं समणं भगवं महावीरं आरोयारोयं पसूया ।
"जं णं राई तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं राई भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासिदेवेहि य देवीहि य उवयंतेहि उप्पयंतेहि य एगे महं दिव्वे देवुज्जोए देवसण्णिवाते देवकहकहे उप्पिजंलगभूते यावि होत्था ।"
તે કાળે, તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ નવ માસ પૂરા થયા બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org