________________
આ સંસાર ! ૧૦૧ સંશોધનની પ્રવૃત્તિમાં રત રહેતા પતિની પત્નીના હાલ આથી વધારે સારા નથી હોતા. એવા પતિની ગૃહિણી તો ઘણી વાર આ પ્રાચીન થોથાં-પોથીને સળગાવી દેવાનો વિચાર સુધ્ધાં કરે છે; પણ કરે શું ? તેમના સૌના રોટલાનો આધાર એ વ્યવસાય પર હોય છે. મિલવાળો, કારખાનાવાળો કે જેનો ધંધો ધીકતો ચાલતો હોય છે તે પત્નીને સોને-હીરે મઢી શકે, પણ જે આનન્દની પત્ની અપેક્ષા રાખતી હોય તે તેને ભાગ્યે જ મળી શકે છે. સોને-હીરે લદાયેલી પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે આ કરતાં તો કોઈ ઝૂંપડામાં રહેતાં હોત તો વધારે સારું !
આવી સ્ફોટક સ્થિતિમાં બેમાંથી ત્રણ થતાં અને એ રીતે વેલો વધતો જતાં એ સ્થિતિ વધુ સ્ફોટક બને છે. સંતાનોના ઉછેર અંગે ઘણી વાર બે જણ વચ્ચે ભારે વિખવાદ ખડો થાય છે. પત્ની માને છે કે બાળકોને સારાં બનાવવા માટે નરમ થવા જેટલી જ કડક થવાની અગત્યતા છે, ત્યારે પેલો સંશોધન-કાર્યરત કે કવિતાપરાયણ સ્વામી કડક બની શકતો જ નથી. આ પરિસ્થિતિ સમસ્ત કુટુંબ માટે ઘણી વાર ખતરનાક નીવડે છે. જૂના જમાનાની શાળાઓની ‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ'ની રૂઢિ અનુસાર ઘરમાં આવા શાસનથી પતિ-મહાશય ગભરાય છે. પણ કરે શું ? વધુ દુર્દશાનો તો આગળ જતાં સામનો કરવો પડે છે. સંતાનો યુવાન થાય, પોતાના વ્યક્તિત્વને પારખતાં થાય, ત્યારે તેઓ જરાયે સખતાઈ સહન કરી શકતાં નથી, અને ત્યારે જે આશા-અભિલાષોથી તેમને ઉછેર્યાં હોય, સુખદુ:ખ વેઠી મોટાં કર્યાં હોય તે અરમાનોના ચૂરા થઈ જતાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ થાય છે. સમજુ અને સમર્થ હોય તો સંતાન પોતાનો રસ્તો કાઢી લે છે; પણ જ્યાં એવું ન હોય ત્યાં તો ઘરની દશા ઘોર જેવી જ બની જાય છે. એમાંયે સંતાન પ્રભુતામાં પગલાં માંડે અને નવું માણસ ઘરમાં આવે ત્યારે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના શબ્દોમાં ‘આ આખો સંસાર ભડકે બળે છે’નું દશ્ય પ્રત્યક્ષ ખડું થાય છે. છતાં એ ભડકો હિમ જેવો લાગે છે અને કોઈ કોઈનો સંબંધ તોડી શકતું નથી—છૂટું થઈ શકતું નથી. નવી આવનારી ઘણી વાર ભડકો વધુ મોટો કરવામાં કારણભૂત બને છે. વડીલો જૂના જમાનાના અને સંતાનો નવા જમાનાનાં, વળી પુત્રવધૂઓ એકદમ નવા જમાનાની; એટલે તો કલ્પના પ્રમાણે દુઃખનો દરિયો જ ઊમટી પડે. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી અને આજેય દેખાય છે—ક્યાંક વધુ તો ક્યાંક ઓછી, પણ દેખાયા વિના નથી રહેતી. જો સખત મજૂરીથી બધાંએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org