________________
એક ભજન ને મહાભારત ૦ ૧૮૧ રાગ ધનાસરી-તાલ ધુમાલી વાદ વાદરે ક હીરાં રી. () कभी चबावें चना चबीना, કામ નપટ નૈ વીર વી. વાદ II कभी तो ओढे शालदुशाला, વમ સુડિયા ટ્વીરાં વી. વાëo iારા कभी तो सोवें रंगमहल में, कभी गली अहीरां दी. वाह० ॥३॥ मंग तंग के टुकडे खान्दे,
चाल चलें अमीरां दी. वाह० ॥४॥ આ ચાર કડીના નાનામાં નાના ભજનમાં ફકીરીનો, ત્યાગનો, સંન્યાસી વૃત્તિનો, સંયમીની સાધનાનો, સંતોષવૃત્તિનો આબેહૂબ ચિતાર ભજનકારે આપ્યો છે. ભજનકારને પોતાને સાધના કરતાં જે કાંઈ સંતોષવૃત્તિનો અનુભવ થયેલો છે, તે આ નાના ભજનમાં ઘણી સરળ ભાષામાં સ્પષ્ટ કહેલો છે, જે સમજવો જરાય અઘરો નથી, છતાંય તે વિશે થોડું વિવેચન કરી દઉં છું :
જુઓ તો ખરા ફકીરોની મોજ કેવી હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહવાહ કરીને વર્ણવે છે : ભજનકાર પોતાનો સ્વાનુભવ વર્ણવતાં ગાય છે કે,
ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે ! એ મોજમજાને કવિ મસ્ત થઈને વાહ-વાહ કરીને વર્ણવે છે :
ફકીરો કોઈ વાર ચણા કે એવું બીજું કાંઈ ચવાણું ચાવતા-ખાતા હોય છે, તો કોઈ વાર ખીર ઉપર ઝપાટો ચલાવતા હોય છે; પણ તેઓની વૃત્તિમાં જરાય અસંતોષ જણાતો નથી. લૂખું સૂકું જે કાંઈ પણ ખાવાનું નિર્દોષ ભાવે, બીજા કોઈ ઉપર બોજો ન પડે એ રીતે મળતું હોય તે ઉપર, શરીર દ્વારા સંયમને સાધવાના એક માત્ર હેતુને મુખ્ય લક્ષ્યમાં રાખી પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે. ચણા હોય કે જા રબાજરાનો સૂકો રોટલો હોય યા દૂધપાક હોય કે માલપૂડા હોય, તેમાં તેમને લેશ પણ સ્વાદની આસક્તિ હોતી નથી, તેમની જીભ પૂરી રીતે તેમના કાબૂમાં હોય છે. એટલે સૂકો રોટલો મળતાં તેમને અસંતોષ થતો નથી અને ખીરપોળી મળતાં તેઓ રાજી રાજી ય થતા નથી. આ વાકયે સંતનો જીવનો સંયમ બતાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org