________________
૨૪. ઉપાસના
આપણા દેશમાં “ઉપાસના' શબ્દ ઘણો પ્રચલિત છે. “ઉપ+આસના એ રીતે બે શબ્દો ભેગા થવાથી આ શબ્દ બનેલ છે. “ઉપ' એટલે પાસે અને આસના' એટલે બેસવું. જે પ્રવૃત્તિમાં ઘણા વખત સુધી પાસે બેસી રહેવાની ક્રિયા ચાલતી હોય તે પ્રવૃત્તિનું નામ “ઉપાસના' છે. વિદ્યોપાસના, ધનોપાસના, ધર્મોપાસના અને સ્વામી-ઉપાસના તથા ઈશ્વરોપાસના–આમ વિવિધ પ્રકારની ઉપાસનાઓ વર્તમાનમાં પ્રચલિત છે. ઉપાસના કરનારો કોઈ પણ મનુષ્ય ઉપાસનાના પરિણામને પામવાનો પ્રયત્ન કરતો હોય છે. ઉપાસના બરાબર પ્રામાણિકપણે શરીરને ચિત્તને સ્પર્શે એ રીતે કરવામાં આવે તો તેનું પરિણામ આવ્યા સિવાય રહેતું નથી. ઉપાસના શરીરને સ્પર્શ એટલે શરીર દ્વારા તેનું બરાબર આચરણ થાય અને ચિત્તને સ્પર્શે એટલે ચિત્તમાં તે બરાબર ઠસેલી હોય, સમજાયેલી હોય. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી હોય તે ક્રિયા શરીરને જરૂર સ્પર્શવાની જ. એટલે શરીર દ્વારા આચરવાની. જે ક્રિયા ચિત્તમાં બરાબર સમજપૂર્વક કસેલી ન હોય તે ક્રિયા કદાચ બાહ્ય રીતે શરીર દ્વારા દેખાવની દષ્ટિએ કરવામાં આવે તો પણ તેનું પરિણામ જેવું અને જેટલું જોઈએ તેટલું અને તેવું આવતું નથી; જેમ કે કોઈ નોકર પૈસા મેળવવાની દૃષ્ટિએ કોઈ શેઠની ઉપાસના કરતો હોય. અહીં ઉપાસના એટલે શેઠની આજ્ઞા પ્રમાણે વર્તવાનું; શેઠની નજરમાં રહીને કામ કરવાનું અથવા શેઠની ઇચ્છા પ્રમાણે વર્તવાનું સમજવું. હવે જો આ નોકર શેઠ તરફ અણગમો રાખે, દ્રોહી જેવું વર્તન કરે, આજ્ઞા વા ઇચ્છા પ્રમાણે ન વર્તે તો તે કદી પણ પોતે ધાર્યા પ્રમાણેનો લાભ મેળવી શકવાનો નથી; ત્યારે જે નોકર પોતાના શેઠ તરફ ખરેખર સદૂભાવ રાખે છે, તેને લાભ થાય તેમ વર્તે છે, ભલે પોતાને સહન કરવું પડે પણ શેઠને હાનિ ન થવી જોઈએ એવી કર્તવ્યનિષ્ઠાની વર્તે છે, સમયનો બગાડ કરતો નથી, તેમ દિલ કે શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org