________________
૭૨ ૦ સંગીતિ
પ્રચંડ સંઘર્ષ તરફ ધસતા માનવને ધર્મ શી રીતે ધરી રાખે, અટકાવી રાખે છે, એ હકીકત આ નીચેના ઉદાહરણથી સ્પષ્ટ થઈ શકે એમ છે.
એક શેઠને ત્યાં ચિલાતી કરીને એક દાસી હતી. તેનો પુત્ર તે ચિલાતીપુત્ર અથવા ચૈલાતેય. (અહીં સરળતાને માટે તેનું નામ ચેલૈયો ઠીક પડશે.) એ ચેલૈયો એક શેઠને ત્યાં ચાકરીએ રહ્યો. શેઠની એકની એક સુસુમા નામની છોકરીને સાચવવાનું ચેલૈયાનું ખાસ કામ. ચેલૈયો વિશેષ અટકચાળો હોવાથી તે ગામનાં છોકરાં-છોકરીઓ સાથે ભારે અડપલાં કરે અને રોજ ને રોજ તે માટેની ફરિયાદો શેઠની પાસે આવે; વળી પેલી સુસુમા પણ બરાબર ન સચવાય. એથી શેઠે તે ચેલૈયાને ઘરમાંથી કાઢી મૂક્યો. શેઠે કાઢી મૂકેલો ચેલૈયો એક ધાડપાડુની ટોળીમાં મળી ગયો, અને પોતાની શૂરવીરતાને લીધે જતે દહાડે એ, તે ધાડપાડુની ટોળીનો નાયક થયો. નાનપણમાં એણે પેલા શેઠને ત્યાં સુસુમાને રમાડેલી અને સાચવેલી; તેથી તેની સ્મૃતિ થતાં એને તે ઉપર રાગ થયો અને તેને મેળવવાની પ્રબળ વાસના થઈ આવી. આથી, તે પોતાની ટોળીને લઈને એ શેઠના ઘર ઉપર મોટો હલ્લો લઈ ગયો. ટોળીના સાથીઓને ચેલૈયાએ આગળથી જ કહી રાખેલું કે ધાડમાં જે ધન મળે તે સાથીઓનું અને પેલી ‘સુસુમા’ને તો તે પોતે જ રાખશે. આ તરફ પેલી સુસુમા પણ પૂર્ણપણે યૌવનને આંગણે પહોંચી ગઈ હતી. ચેલૈયાની ટોળીએ આવીને શેઠનું સર્વસ્વ લૂંટી લીધું અને ચેલૈયો પોતે એકલી સુસુમાને લઈને નાસી ગયો. આજે જેમ બને છે તેમ જૂના વખતના શેઠ પણ પોતાનું રક્ષણ કરવા અસમર્થ હતા. શેઠને પાંચ તો મોટા જુવાનજોધ પુત્રો હતા, છતાં તેમાંનો કોઈ એ ચેલૈયાની ટોળી સામે થઈ જ ન શક્યો. આજે જેમ આપણે રક્ષણ માટે પોલીસને શરણે જવું પડે છે, તેમ તે શેઠ પોતાના નગરના કોટવાળ પાસે પોતાનું રક્ષણ માગવા ગયો અને ચોરોએ જે પોતાનું સર્વસ્વ લૂંટી લીધું છે, તે બધું પાછું આણી આપવાની કોટવાળ પાસે માગણી કરી. એટલે કોટવાળ, કોટવાળના બીજા સાથીદારો-શસ્ત્રધારી પગી વગેરે, શેઠ અને તેના પાંચે પુત્રો—એ બધા એકસાથે પેલી ધાડપાડુની ટોળીની શોધ માટે નીકળી પડ્યા. રસ્તામાં કોઈ એક સ્થળે એ બધાનો ભેટો થઈ ગયો, એટલે પેલા ચાલાક ધાડપાડુઓ ધનનાં પોટલાં મારગમાં ફેંકી દઈને પોબારા ગણી ગયા, અને એકલો ચેલૈયો સુસુમાને લઈને દૂરનો દૂર જતો રહ્યો. મારગમાં પડેલા ધનનાં પોટલાં જોઈને અને તેને ભેગા કરીને-લઈને પેલો કોટવાળ અને તેના સાથીઓ પાછા ફર્યા. શેઠે તેને કહ્યું કે “કોટવાળ સાહેબ, મારી સુસુમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org