________________
બુદ્ધિભેદ • ૨૫૧ જવાબીપણાથી રાજાના ધ્યાનમાં આવી ગયું કે “આવો બુદ્ધિમાન મનુષ્ય મને બીજો કોઈ મળવો અત્યંત કઠણ છે. આ રોહકની બુદ્ધિને પણ સીમા જ નથી. જે કાંઈ તદ્દન અશક્ય જેવું કામ બતાવું છું તો તે પણ ઝપાટાબંધ કરી નાખે છે, અને જે કાંઈ પૂછું છું તે બધાના જવાબો તેની પાસે હાજર છે જ, તથા મને પણ નિરુત્તર બનાવવાની અદ્દભુત શક્તિ આ રોહક ધરાવે છે.' આ બધું વિચારતાં તેને એમ થયું કે “આ રોહક મારો પાંચસોમો મંત્રી થવાને યોગ્ય છે.' આમ વિચારીને રાજાએ ભારે ધામધૂમ સાથે તેનો મુખ્ય મંત્રીની ગાદીએ અભિષેક કર્યો અને પોતાના બધા મંત્રીઓમાં રોહકને જ સૌથી ઉત્તમ મંત્રી બનાવ્યો. ત્યારથી તે તમામ મંત્રીઓમાં અગ્રતમ સ્થાન ભોગવતો રોહક રાજ્ય ચલાવવામાં અને રાજ્યને લગતી બધી વ્યવસ્થા કરવામાં ભારે ખંતથી પોતાનું ધ્યાન પરોવી રહ્યો. રાજય બહારની પણ પોતાની હદમાં પોતાના ખંડિયા રાજાઓને પણ તેણે માત્ર એક મીઠી વાણીથી જ ભારે મિત્રો બનાવી દીધા. રાજયની, અન્ય રાજયો સાથેની નીતિઓને પણ તેણે બરાબર નક્કી કરી દીધી, જેથી પોતાના રાજાને કે રાજયને લેશ પણ આંચ ન આવી શકે.
અહીં જણાવેલી બધી વાતોમાં રોહકે પોતાની સહજ એવી ઔત્પત્તિકી બુદ્ધિથી કામ લીધું હતું.
– અખંડ આનંદ, જાન્યુ. - ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org