________________
૨૬૪ ૦ સંગીતિ
અર્થપ્રાપ્તિ કરવા સાથે ‘શિષ્ટાચરિત મર્યાદા'ને સાચવીને તમામ ઇંદ્રિયોને રસયુક્ત પ્રીતિ-તૃપ્તિ મળે એ રીતે અર્થનો વ્યય કરવો તેનું નામ ધર્મને અબાધિત રાખીને કામનું અર્જન કર્યું કહેવાય. અને અર્થ તથા કામને બાધા નહિ પહોંચાડીને દાન વગેરે ધર્મોનું આચરણ કરવું તેનું નામ ઉચિત ધર્માચરણ કહેવાય. ગૃહસ્થાશ્રમી નિરંતર દેહદમન કર્યા કરે તે તેના ગૃહસ્થાશ્રમને ઉચિત ન ગણાય. તાત્પર્ય એ, કે આત્માર્થી ગૃહસ્થે ધર્મને, અર્થને અને કામને એવી રીતે અનુભવવા કે જેથી એ ત્રણમાંના કોઈ પણ પુરુષાર્થને હાનિ ન પહોંચે. જે માણસ પોતાના સહાયકો તથા કુટુંબ અને નોકરવર્ગને અતિશય પીડા આપીને અર્થનું ઉપાર્જન કરતો હોય અને એક દમડીનો પણ સ્વ કે પર માટે ઉપયોગ ન કરતો હોય તેવો માણસ મહાકંજૂસ કહેવાય; કોઈ રીતે તે આત્માર્થી ન કહેવાય.
આમ ત્રણે વર્ગને સાધનારો આત્માર્થી અતિથિનો પૂજક ન હોય તો તેનો આત્માર્થ તદ્દન ઝાંખો જ સમજવો, નિસ્તેજ સમજવો. તે પોતાને આંગણે ચડી આવનાર અતિથિનો નાત, જાત, ભાષા, ધર્મ કે બીજી એવી પરિસ્થિતિઓને વચ્ચે લાવ્યા વિના જ સમવૃત્તિપૂર્વક આદર તથા બહુમાન કરનારો હોવો જોઈએ. આ ગુણ મનુષ્ય ન કેળવે તો તે ધર્મનો અધિકારી શી રીતે બની શકે ? સમવૃત્તિનું જ નામ વાસ્તવિક ધર્મ છે. તે જ્યાં ન હોય ત્યાં ધર્માચરણનો સંભવ નથી.
અતિથિપૂજક અધિકારી સંતજનો તરફ ઉદાર વૃત્તિવાળો હોવો જોઈએ તથા દીન લોકો તરફ પૂરતી સહાનુભૂતિ રાખી દાન આપનારો તથા તેમની સેવા કરનારો હોવો જોઈએ. જો તે આવો દાતા ન હોય તો તે ધર્મનો અધિકારી કોઈ પણ રીતે કેમ હોઈ શકે ?
અતિથિપૂજક તથા દાતા એવો મનુષ્ય કદી કોઈ પણ રીતે ગમે તે મુદ્દા પ્રત્યે દુરાગ્રહી ન જ હોવો જોઈએ. વળી તે મનુષ્યગુણોનો વિશેષ પક્ષપાતી હોવો જોઈએ. અભિનિવેશ વિનાનો તથા સ્વ કે પરની પરિસ્થિતિના બળાબળને સમજીને દેશ વિરુદ્ધની કે કાળ વિરુદ્ધની તમામ ચર્ચાને ટાળનારો પણ હોવો જોઈએ.
આ સાથે એ મનુષ્ય ચારિત્ર્યસંપન્ન તથા જ્ઞાનવૃદ્ધ લોકો તરફ વિશેષ આદર રાખનારો અને તેમનો પૂજક પણ હોવો જોઈએ. તથા જેમની જેમની જવાબદારી તેણે પોતા ઉપર લીધેલી છે, અથવા સામાજિક રીતે જેમની જવાબદારી પોતાના ઉપર આવેલી હોય તેવા તમામ પોષ્ય લોકોનો એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International