________________
મહાવીરની સાધના તે માનવીની સાધના ૦ ૯૩ મૂકે, આવો ઉદ્દેશ વીરસ્વામીની કવિતામય કથા કરવા પાછળ એ કવિઓનો હતો. પણ કાળ જતાં લોકો કવિની ભાષા સમજયા નહિ અને કવિનો ઉદ્દેશ પણ સમજયા નહિ. એથી વીરસ્વામી માત્ર પૂજાપાત્ર થયા. પણ એમના જીવનમાં જે અંશો અનુકરણીય અને આચરણીય હતા તે તરફ લોકોનું ધ્યાન ખેંચાયું નહિ. એટલે આ નિર્વાણ-શતાબ્દીના પવિત્ર ઉત્સવપ્રસંગે એમનું એવું જીવન લોકો સામે આવવું જોઈએ કે જેમાં કવિતા ઓછામાં ઓછી હોય. કવિતા એટલે અલંકારની ભાષા. આમ થાય તો જ તે સંત પુરુષનું જનતા અનુકરણ કરીને પોતાના સંસારને સુખમય કરી શકે. કમનસીબી એ છે કે તેમના ભક્ત લોકો, સાધુઓ, આચાર્યો વગેરેએ એમનું જીવન અત્યાર સુધી નિર્ભેળ રીતે લખ્યું નથી; એટલું જ નહિ, પણ આજ હજારો વર્ષથી એમનું નિર્ભેળ જીવન બહુ ઓછું ઉપલબ્ધ થાય છે. જ્યારથી ગ્રંથો લખાવા માંડ્યા અને એમની જીવનકથા ગ્રંથોમાં ગૂંથાવા માંડી, ત્યારથી એમાં ચમત્કારોની ભરમાર થવા લાગી. ડગલે ને પગલે દેવો અને ઇન્દ્રો આવવા લાગ્યા અને એવી આલંકારિક ગૂંથણી થઈ કે એમાં મહાવીરને શોધવા એ મુશ્કેલ કામ થઈ પડ્યું. એમ અત્યારે જૈન મંદિરમાં જઈએ તો ત્યાગી, અપરિગ્રહી અને સર્વદા નગ્ન રહેનાર તપસ્વી વીરસ્વામીની મૂર્તિ ઉપર ઘરેણાંનો પાર નહિ, અત્તર, અબીલનો પાર નહિ, પુષ્પોનો પાર નહિ; હાથે ઘરેણાં, પગે ઘરેણાં, કાને ઘરેણાં....આવું જોનારો માણસ એ મૂર્તિ દ્વારા અપરિગ્રહી મહાવીરને શી રીતે શોધે? અને શી રીતે સમજે? વળી, બીજું, જે જૈનાચાર્યોએ મહાવીરકથા લખેલી છે, તેમાં એકવાક્યતા માલુમ પડતી નથી. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરને એક જ પત્ની હતી. જ્યારે બીજા શ્વેતાંબર આચાર્ય કહે છે કે મહાવીર અનેક કન્યાઓને પરણ્યા હતા. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, નંદીવર્ધન મહાવીરનો મોટો ભાઈ હતો જ્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય કહે છે કે મહાવીરે ૩૦ વર્ષની ઉંમરે ગાદી નાના ભાઈને આપીને ત્યાગ સ્વીકાર્યો. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, મહાવીરે મેરુ ઉપર અભિષેક કર્યો. આ અભિષેકની વાત લખનાર આચાર્ય મહાવીરે મેરુ કંપાવ્યો એ વાત લખતા નથી; ત્યારે બીજા શ્વેતામ્બર આચાર્ય બાળપણમાં મહાવીરે મેરુ કંપાવ્યો એવી વાત લખે છે. એક શ્વેતામ્બર આચાર્ય કહે છે, જમાલી નામનો રાજપુત્ર મહાવીરનો જમાઈ હતો જે પાછળથી મહાવીરનો શિષ્ય થઈને તેમનો પ્રતિસ્પર્ધી થયો અને એમ કહેવા લાગ્યો કે હું પણ અરહંત છું. ત્યારે ભગવતી સૂત્રમાં નવમા શતકમાં જમાલીની પૂરી કથા આવે છે. તેમાં તેને આઠ રાણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org