________________
૧૧૦ - સંગીતિ
ચકચકિત કરવાની એક ખાસ પ્રક્રિયા શરૂ કરી છે. એથી આ નવા પંથના કેટલાક મુનિઓ પોતાના મુખ ઉપર ચકચકિત પ્લાસ્ટિક જેવી લાગતી મુહપત્તીઓને દોરા વડે બાંધે છે. મુહપરી મુખ ઉપર બાંધવાની પાછળનો હેતુ ઉપર જણાવેલ છે. તેઓ કહે છે કે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય માટે મુખ પાસે મુહપત્તી રાખવામાં આવે છે અથવા કાયમ બાંધી રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાતાવરણમાં ઊડતા સૂક્ષ્મ જીવો મુખમાં પેસી ન જાય અને વાયુકાયના જીવોની હિંસા ન થાય એ માટે આ મુહપત્તીનો ઉપયોગ છે. પણ આ વાત ઝટ ગળે ઊતરે એવી નથી. જયારે આ મુનિઓ કે સાધ્વીઓ ચાલે છે, ત્યારે તેમના બન્ને હાથ હાલતા જ હોય છે અને કપડાના છેડા પણ હાલતા જ હોય છે. એટલે એ વડે પણ વાયુકાયના જીવોની હિંસા થવાનો સંભવ નથી શું? જે ક્રિયાઓ અનિવાર્ય છે તેમને યતનાપૂર્વક, વિવેકપૂર્વક, સંયમ સાથે કરવાથી હિંસાનો સંભવ નથી, અને કદાચ એવી રીતે કોઈ હિંસા થઈ જાય તો પણ તેને બંધનકર્તા હિંસારૂપે સ્વીકારવામાં નથી આવેલી. એમ છતાં આ લોકો વાયુકાયની રક્ષાનો વિચાર કરે છે તે મને તો સમજાતો નથી. મને તો એમ જણાય છે કે માત્ર વેશનો ભેદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ થયેલ છે, પછીથી તેનો વિશેષ આગ્રહ થયો અને છેવટે ત્યાં સુધી વાત આવેલ છે કે મુહપત્તી વિના સંયમનો સંભવ નથી. એટલે કોઈ સદ્ગણી, ખરેખર સંયમી મુનિ પણ મુહપત્તી છોડે કે તેને ભ્રષ્ટ અથવા અસંયમી માનવા સુધીની વાત આવી જાય છે. સ્થાનકવાસી પરંપરામાં અમુક મુનિ મુહપત્તી બાંધવાની પ્રથાનું કોઈ વિશેષ પ્રયોજન ન જોતાં હોય તો પણ તેમને સમાજના ભયથી, પોતાના નિર્વાહની દૃષ્ટિથી અને પોતાની પ્રતિષ્ઠા વગેરેના હેતુથી પણ મુહપત્તી બાંધી રાખવી જ પડે છે. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય ?
મુહપત્તી અંગે બીજી પણ એક વાત સૂઝે છે : “મુનિ' શબ્દ ઓછું બોલવાની અને વિશેષ મૌન રાખવાની પ્રવૃત્તિને સૂચવે છે. મૌન શબ્દ મુનિ' શબ્દ દ્વારા આવેલ છે. વિશેષ મનન-ચિંતન કરવું અને ઓછામાં ઓછું બોલવું એ મુનિનું વિશેષ લક્ષણ છે. એ દૃષ્ટિએ પણ મુહપત્તીનો પ્રવેશ થવો સંભવિત લાગે છે. જેમ સાંખ્ય મુનિઓ લાકડાની પટ્ટી બાંધી રાખતા તેનો હેતુ પણ મૌનવ્રત સાચવવાનો જણાય છે અને કપડાની મુહપત્તીનો પણ એ જ હેતુ હોવો જોઈએ. પણ હવે તો એ હેતુ કોઈ પણ અંશમાં સચવાતો જણાતો નથી. એટલે મુહપત્તી માત્ર શોભારૂપ જ દેખાય છે. બાંધનારા પણ બોલવાની પ્રવૃત્તિમાં વિશેષ અગ્રેસર માલૂમ પડે છે. એટલે બાંધવાનો એ હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org