________________
મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?..... • ૧૦૯ વાણીને સાચવી રાખવાનું સાધન વિશેષતઃ પુસ્તક છે. એ પુસ્તકની કોઈ રીતે લેશ પણ અવમાનના ન થાય એ દૃષ્ટિએ મુખ્ય રીતે વ્યાખ્યાન આપવાના વખતે મુહપત્તી મુખ ઉપર બાંધવાનો રિવાજ ચાલુ થયેલ છે. આ રીતે મુહપત્તીની ઉત્પત્તિનો સંબંધ પુસ્તકોની ઉત્પત્તિ સાથે હોવાનું મને તો સયુક્તિક જણાય છે. પછી તો બોલતી વખતે કે કોઈની સાથે વાતચીત કરતી વખતે શ્રોતાના આદરની દષ્ટિએ–ને પાસે બેઠેલા શ્રોતા ઉપર થુંક ન પડે એ દષ્ટિએ—હાથમાં મુહપત્તી રાખી અને તેને મોઢા આડી ધરીને બોલવું એ વિશેષ સભ્યતાનું નિશાન છે. એ રીતે મુહપત્તી હાથમાં રાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ લાગે છે. ઘણી જૂની એવી મુનિઓની મૂર્તિઓ મળે છે તથા ઘણાં જૂનાં એવાં મુનિઓનાં ચિત્રો પણ મળે છે, તેમાં કયાંય મુખ ઉપર મુહપત્તીને બાંધેલી જોવામાં આવતી નથી. કાં તો હાથમાં રાખેલી હોય છે, કાં તો રજોહરણ સાથે મૂકેલી હોય છે. આ રીતે વ્યાખ્યાન વાંચતી વખતે અને બોલતી વખતે મુહપત્તીના વપરાશની હકીકત પરિસ્થિતિવશાત્ ચાલુ થયેલ હોય એમ મને લાગે છે. પછી જ્યારે લોકશાહે મૂર્તિપૂજાની પદ્ધતિનો ત્યાગ કર્યો અને અમૂર્તિપૂજક પરંપરા ચલાવી, ત્યારે પણ ખુદ લોકાશાહ મુહપત્તી બાંધતા ન હતા. જોકે તેઓ ભિક્ષા દ્વારા પોતાની સંયમયાત્રા ચલાવતા, પણ વેશમાં ખાસ ફેર નહીં રાખેલો. કદાચ નીચેનું વસ્ત્ર વચમાં છે. પાછળ ખોસેલો ન હોય એવી રીતે મદ્રાસી લોકો માફક પહેરતા એમ માલુમ પડે છે. પણ જયારે તેમના અનુયાયી મુનિઓ થવા લાગ્યા ત્યારે વેશ કેવો રાખવો તે અંગે વિચારવાની જરૂર ઊભી થઈ. તે જમાનાનાં મુનિઓ અને સાધ્વીઓ માત્ર ધોળાં કપડાં પહેરતાં, એટલે આ મુનિઓએ પોતાનાં કપડાં ધોળાં રાખવાનું સ્વીકાર્યું. પણ મૂર્તિપૂજક પરંપરાના મુનિઓ મુહપત્તીને હાથમાં રાખતા, ત્યારે આ નવા મુનિઓએ દોરા દ્વારા મુહપત્તીને મુખ ઉપર બાંધી. એમ બીજાં બીજાં ઉપકરણો સાથે એક મુહપત્તીનું ઉપકરણ વધુ સ્વીકારી લીધું, અને રાતદિવસ સૂતાં-બેસતાં પણ મુહપત્તીને બાંધી રાખવાનું સ્વીકારી, તે વખતના ચાલુ મુનિવેશ કરતાં પોતાની જુદાઈ જણાવવા આ પગલું ભર્યું. હવે એ પરંપરામાંથી તેરાપંથી મુનિઓની એક પરંપરા જુદી પડી, પણ તેમની મુહપત્તી વર્તમાન સ્થાનકવાસી મુનિઓ કરતાં થોડી જુદી જણાય છે. આ અંગે મને પૂરો ખ્યાલ નથી, પણ તેમને જોતાં એમ માલૂમ પડે છે કે સ્થાનકવાસીઓ કરતાં આ નવા પંથવાળાની મુહપત્તીની લંબાઈપહોળાઈમાં થોડો ભેદ રાખવામાં આવેલ છે. હવે તો આ નવા તેરાપંથી મુનિઓ ચકચકિત મુહપત્તીને પણ બાંધતા દેખાય છે; તેઓએ મુહપત્તીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org