________________
મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?.... - ૧૧૧
સરતો જણાતો નથી.
સમગ્ર જૈન સંઘમાં એકતાની વાતો જોરશોરથી ચાલી રહેલ છે અને ભગવાનના નિર્વાણને પચ્ચીસસો વરસ પૂરાં થતાં એ એકતા સધાવી જોઈએ એવું પણ વાતાવરણ ઊભું થતું જણાય છે. જેઓ એકતા કરવા ખરા અંતઃકરણથી માનતા હોય અને ખરેખર આત્માર્થી હોય, જો એકતાના તેઓ ખરા હિમાયતી હોય, તો તેઓ સમજી લે કે પરસ્પર બાંધછોડ કર્યા વિના એકતાનો સંભવ નથી. જ્યાં સુધી તમામ ફિરકાના મુનિઓ અને શ્રાવકો પોતપોતાના આગ્રહમાં મક્કમ છે ત્યાં સુધી કોઈ કાળે એકતાનો સંભવ નથી. એટલે એકતા સાધવી હશે તો કેટલીક કેવળ બાહ્ય પ્રવૃત્તિમાં જરૂર કાપકૂપ કરવી પડશે, અને એમાં આવી મુહપત્તી બાંધવાની પ્રથા જેવી પરિસ્થિતિ અંગે ઊભી થયેલી પ્રવૃત્તિઓનો પણ વિચાર કરવો પડશે. કોઈ પણ બાહ્ય આચારો અવિચળ નથી અને અવિચળ રહેવાના નથી. વિજ્ઞાનનું પ્રાબલ્ય જોતાં હવે હાજીહાજીની રીત ચાલવાની જ નથી—ભલે ને કોઈ મુનિ જંબૂઢીપની એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈ સમજાવવા કોઈ મોટું સંસ્થાન સ્થાપે, વિવિધ જાતના નકશા કલ્પે વા ગમે તેવી યુક્તિઓ દ્વારા પુસ્તકો લખીને છપાવે. એક લાખ યોજનનો જંબુદ્રીપ છે એ વાત વર્તમાનમાં જે સમગ્ર પૃથ્વી છે તેની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે જોતાં પણ કોઈ રીતે ટકી શકવાની જ નથી. હા, જો યોજનનો અર્થ કોઈ જુદી રીતે કલ્પવામાં આવે, તો તે વાત ટકી શકે ખરી. વર્તમાનમાં એવા અનેક શોધકો છે, જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા છે અને પૃથ્વીની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે બતાવી શકવા સમર્થ છે. કોઈ જૈન ગૃહસ્થ કે મુનિ પણ આ હકીકતને પ્રત્યક્ષ જરૂર કહી શકે છે, પણ પોતાની હકીકતનો મેળ ન બેસે તેમ હમ છતાં કદાગ્રહ કરીને તેને પકડી રાખવી અને સમાજમાં નાણાંનો દુરુપયોગ કરવો વા કરાવવો એ તો વિશેષ અનર્થકર છે. જે સમાજના લોકો મોટા-મોટા ઉદ્યોગો ચલાવી શકે છે અને વિશેષ બુદ્ધિમાન પણ છે એ લોકો કેવા વિચારથી આવી અશક્ય પુરવાર થયેલી, પાયા વિનાની વાતોની સાબિતી માટે પૈસા આપી શકે છે એ જ સમજાતું નથી. અસ્તુ.
પરમાત્મા સૌને સન્મતિ આપે !
Jain Education International
તમારો બેચરદાસ
– પ્રબુદ્ધ જીવન, ઑક્ટો. - ૧૯૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org