________________
૧૩૮ • સંગીતિ તમામ ગુણો નકામા નીવડે છે અને પૂર્ણ આનંદનો માર્ગ ભુલાઈ જાય છે. એટલે આ સાતમો મૈત્રી-વૃત્તિનો ગુણ વારંવાર મનન કરી મનમાં એવો જમાવી દેવો જોઈએ, જેથી આપણે કોઈના દુઃખનું કારણ ન બનીએ અને અન્ય કોઈ દુઃખનું કારણ જણાય, તો તે મિત્ર તરફથી આવેલું દુઃખ સમજી તેને હસતા વદને સહી લઈએ.
(૮) આમ સાત ગુણો કેળવ્યા પછી પણ કોઈ પણ સચેતન કે અચેતન પદાર્થમાં આપણી આસક્તિ હોય તો મૂઆ નહિ ને પાછા થયા જેવું જ થાય. એટલે આસક્તિ હોય તો આપણામાં લોભ, કામ, દ્વેષ વગેરે દુર્ગુણો રહેવાના જ. લોભ, કામ, વૈષ એ બધા જ આસક્તિનાં સંતાન છે. એટલે ઉપરના સાત ગુણોવાળા આપણા મનમાં ક્યાંય આસક્તિ ભરાઈ પડી હોય, તો એ સાતે ગુણો દુર્ગણો જ બની જવાના અને ચિરકાલીન આનંદ માટેનો આપણો પ્રયત્ન ચિરકાલીન દુઃખનું ફળ લાવવાનો. તેથી એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણા તમામ વ્યવહારમાં–લાભમાં, અલાભમાં, સુખમાં, દુઃખમાં, ભોજનમાં, લાંઘણમાં, સ્વજનમાં કે પરજનમાં એમ તમામમાં–આપણે જાગૃતિ સાથે અનાસક્તિ કેળવવી જોઈએ અને મનને સર્વત્ર અનાસક્ત રહેવાની ટેવ પાડી દેવી જોઈએ. એમ થાય તો જ આપણે માટે સાત્ત્વિક આનંદનાં પગથિયાં ચડવાં સહેલાં થઈ જશે; નહિ તો એ માટે એ પગથિયું તો શું પણ પગથિયાંનો સોમો ભાગ પણ આપણે કદી પણ નહિ ચડી શકીએ.
(૯) આ પછી આપણે આપણી ધ્યેયસિદ્ધિ માટે એ અનાસક્ત મનની વિશેષ દઢતા માટે ઉપેક્ષાવૃત્તિને પણ કેળવવી પડશે. આપણો અંગત વ્યવહાર હોય, કુટુંબનો વ્યવહાર હોય કે સમાજનો વ્યવહાર હોય, તે તમામ વ્યવહારમાં આપણે કર્તવ્યબુદ્ધિથી પ્રવૃત્તિ કરતા હોઈશું અને સાથે જ ઉપેક્ષાવૃત્તિને પણ કેળવ્ય રાખીશું, જેથી આપણે ક્યાંય રાગદ્વેષમાં નહિ લપસી પડીએ, બંધનમાં નહિ પડી જઈએ અને બરાબર દઢપણે આપણે તમામ વ્યવહાર શોક અને મોહ દૂર કરી ચલાવી શકીશું. આપણે આપણા કોઈ સ્વજનને તેના હિત માટે થોડી શિખામણ આપી. તેને તે પ્રમાણે વર્તવાનું આપણને વચન પણ આપ્યું છતાં તેના શરીર અને મનની પૂરી તૈયારી ન હોવાથી તે તે પ્રમાણે વર્તી શકતો નથી. એ જોઈ આપણે દુઃખ
૧. દુષ્ટ એ ક્રૂર માણસોની પ્રવૃત્તિ જોઈને તેમના તરફ દોષબુદ્ધિ કે રોષ ન કરતાં તટસ્થ
વૃત્તિ કેળવવી–આ પણ ઉપેક્ષાવૃત્તિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org