________________
દસ પારમિતા ૦ ૧૩૯ માઠું લગાડીએ અને તેના તરફ ઠપકાભરી નજરે જોવા લાગીએ તો પરિણામે આપણી વૃત્તિ તેના તરફ ઢષવાળી પણ બની જાય. એ સ્થિતિ ન આવે તેટલા માટે જ આ નવમો ગુણ ઉપેક્ષાવૃત્તિ કેળવવાનો છે. આપણે એમ સમજીએ કે એ ભાઈ પોતાના સંસ્કારને ઠીક ન કરી શકે, ત્યાં સુધી કોઈની પણ શિખામણ તેને અડી જ ન શકે. ભલે પછી શરમના માર્યા પોતાના વડીલને કે માનનીયને તેમની શિખામણ પ્રમાણે વર્તવાનાં વચનો આપે, પણ તે ભૂમિકા શુદ્ધ ક્ય સિવાય તે પ્રમાણે વર્તી જ શકવાના નથી. એટલે એમની પાછળ જ પડવું અને છાશવારે ને છાશવારે તેમને બોધ આપવા બેસી જવું, એ બોધ આપનાર અને બોધ સાંભળનાર એમ બંનેને હાનિરૂપ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એમ સમજવું ઘટે કે એ ભાઈ ઉપર હજી સુધી ઈશ્વરાનુગ્રહ થયો નથી. કર્મ કે પુરુષાર્થમાં વિશ્વાસ હોય તો એમ જાણવું જોઈએ, કે હજુ સુધી એ ભાઈ કર્મવશ છે અને એથી જ તેઓ આવી રૂડી વાતને આચારમાં મૂકવાનો પુરુષાર્થ કરી શકતા નથી. આપણે તો કોઈના સારા માટે ફક્ત નિમિત્તરૂપ થઈ શકીએ. બાકી કરવું ન કરવું, આચરવું ન આચરવું એ તો બીજાના હાથની વાત છે. આમ સમજી આપણે આપણી સત્યવૃત્તિ જરૂર ચાલુ રાખીએ પણ કોઈ વ્યક્તિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે વા સમાજ પ્રત્યે કોઈ તિરસ્કારનો ભાવ ન કેળવીએ. આ ઉપેક્ષાવૃત્તિની કેળવણીનું પરિણામ છે. એટલે શાશ્વત આનંદના સાધકે આ નવમો ગુણ પણ મેળવવો ઘણો જરૂરી છે.
(૧૦) હવે છેલ્લો અને દસમો ગુણ આપણી પ્રતિજ્ઞાઓની દઢતાનો છે. આપણે વિશુદ્ધ આનંદની પ્રાપ્તિના લક્ષ્યની સિદ્ધિ માટે જે જે બાહ્ય આચારો અને નિયમો ખાવા-પીવાના, બોલવા-ચાલવાના, સૂવા-બેસવાના અને વિનોદ-વિલાસના નિયમો પાળવાના હોય તે તમામ નિયમોને દઢપણે વળગી રહેવું જોઈએ; એ નિયમોનો લેશ પણ ભંગ ન થવા દેવો જોઈએ અને આપણી જાત માટે તેમાં એક પણ અપવાદ ન રાખતાં બરાબર ચુસ્તપણે-કડકપણે એનું ધ્યાનપૂર્વક અને સમાજ સાથે અક્ષરશઃ પાલન કરવું જોઈએ. એ બાહ્ય નિયમો કે આચારો પાળવા સાથે જે જે આંતરવૃત્તિઓ (આંતરનિયમો-આચારો) કેળવવાના-પાળવાના હોય, તે તમામને એક ઝોડની જેમ વળગી રહેવું જોઈએ. જાણતાં એટલે આપણી શુદ્ધિ હોય ત્યાં સુધી તો એક પણ ચૂક ન થવી જોઈએ. એવી આપણી અડગતા હોય તો આપણે અનાયાસે આપણા લક્ષ્ય સાત્ત્વિક આનંદ મેળવી શકીશું. અત્યારે જે વિશુદ્ધ આનંદ આપણને કાગળ ઉપર મળે છે, તે આપણા આત્મારૂપ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org