________________
૨૨૦ ૦ સંગીતિ
જ નહીં, તે કાયદાને નહીં અનુસરનાર માટે દંડ તથા સજાની પણ જોગવાઈ કાયદામાં પડેલી છે. છતાંય આપણા સમગ્ર દેશમાં અને ખાસ ગુજરાતમાં હરિજનોની દશા વિશે છાપાઓમાં જે હકીકતો વારંવાર આવે છે, તે આપણે વાંચીએ જ છીએ. અમદાવાદની શહેર-સુધરાઈએ હરિજનોને માથે મેલું નહીં ઉપડાવવાનો નિર્ણય જાહેર કર્યો તે વાત છાપામાં આવી ગઈ છે એવો ખ્યાલ છે. પણ અમદાવાદ તળમાં હજુ સુધી શૌચ જવા માટે કેટલા વાડાઓ છે એ અંગે શહેર સુધરાઈએ કોઈ તપાસ કરેલ છે કે કેમ ? આ અંગે જરૂર તપાસ કરી એ બાબત જરૂરી પગલાં શહે૨સુધરાઈ લેશે ખરી ? આમ તો આપણે હિરજનસપ્તાહો ઊજવતા રહીએ છીએ, પણ આવા વાડાઓ અંગે હિરજનોને કોઈ તકલીફો છે ખરી, એ વાડાઓની સફાઈ માટે શું વ્યવસ્થા છે એવો વિચાર શહે૨સુધરાઈને જરૂર આવવો જોઈએ, અને જ્યાં જ્યાં એવા વાડાઓ હોય તેની તપાસ કરીને તે બાબત નિકાલ આણવા ઘટતું જરૂર કરવું જોઈએ. કેટલાંક જૈનતીર્થોમાં એવા લેખો વાંચવામાં આવેલ છે કે “આ મંદિરમાં કોઈ હિરજન પ્રવેશ ન કરી શકે; એટલું જ નહીં, પણ સ્નાન કરીને ચોખ્ખો થયેલો તથા ચોખ્ખાં કપડાં પહેરેલો હિરજન પણ આ જૈન મંદિરમાં પ્રવેશ ન કરી શકે.” આવો લેખ શું કાયદેસર છે ? અને ન હોય તો એવો લેખ કેમ ટકી રહ્યો છે ? એ વિશે રાજયના વ્યવસ્થાપકોનું ધ્યાન ગયું છે ખરું ? આમ કાયદા ખરેખર ઉત્તમ હોય, છતાં તેના અમલ બાબત સાવધાની ન હોય તો એવા સારા કાયદા હોય તોય શું અને ન હોય તોય શું ?
એકંદર કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી ‘શિવમસ્તુ સર્વજગતઃ’ ઇત્યાદિ પ્રાર્થના અને એના જેવી બીજી પ્રાર્થનાઓ આપણે માત્ર શબ્દોથી રટ્યા કરતા રહીશું, પણ તેવી પ્રાર્થનાઓના આશય અનુસાર થોડુંઘણું પણ વર્તન નહીં કરીએ, ગામેગામ ઘરે ઘરે ગૃહઉદ્યોગનો વાસ્તવિક પ્રચાર ન થાય અને વેપાર કરનારા મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડીને તમામ વેપારીવર્ગ પોતાનો વૈશ્યધર્મ બરાબર ન પાળે અને શિક્ષણ ઉદ્યોગલક્ષી ન બને ત્યાં સુધી ઉપરથી ખુદ બ્રહ્મા આવે તો પણ આપણી આમજનતાનો અભ્યુદય સુસંભવિત નથી અને આમજનતા સુખે રળીને રોટલો પામવાની નથી. આ માટે પૂ. ગાંધીજી જે માર્ગ બતાવી ગયા છે તે રસ્તે ચાલ્યા વિના છૂટકો જં નથી, જેટલું મોડું થશે તેટલું આપણી આમજનતાને શોષવાનું છે અને નુકસાન ભોગવવાનું છે.
ન
Jain Education International
– સદાચાર નિર્માણ, ફેબ્રુ. - ૧૯૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org