________________
૨૮. જનકલ્યાણ
જનકલ્યાણ’ શબ્દ હવામાં ચારેકોર ફેલાઈ ગયેલ છે. ગમે તેને મુખે એ શબ્દ સંભળાયા કરે છે. આજે અનેક સંસ્થાઓ એ માટે પ્રવૃત્તિ કરી રહી છે અને એ માટે અનેક ફંડફાળા પણ ચાલ્યા કરે છે. છતાંય તે શબ્દ ખરા અર્થમાં સાર્થક બને છે કે કેમ, એ એક વિચિત્ર કોયડો ઊભો થયો છે.
- આપણા માનનીય પ્રધાનોના કોઈ પણ ભાષણમાં જરૂર એ શબ્દ એક વાર નહીં, પણ અનેક વાર આવવાનો જ. પંચવર્ષીય યોજના માટે જે અબજો રૂપિયા ખર્ચાય છે અને ખર્ચાવાના છે, તે પણ એ શબ્દની સાર્થકતા માટે જ.
આપણી રાષ્ટ્રીય મહાસભા, સમાજવાદ, સામ્યવાદ, હિન્દુસભા, રાષ્ટ્રીય સેવાસંઘ વગેરે આ બધી વ્યાપક સંસ્થાઓ અને તે તે કોમ, ધર્મ અને સંપ્રદાયની પણ અનેક સંસ્થાઓ “જનકલ્યાણ માટે જ કામ કરી રહી છે. છતાંય એ શબ્દ વધારે ગૂંચવાડાવાળો થતો જાય છે. તમે જ્યાં સાંભળો ત્યાં મોટે ભાગે “જનકલ્યાણ' શબ્દ જ સંભળાવવાનો. પોળોની પાટ ઉપર, વિદ્યાર્થીઓના સંમેલનમાં, રસ્તે ચાલતાં જે વાતો સંભળાય છે ત્યાં પણ એ જ શબ્દ તમારા કાન ઉપર અથડાવાનો. નિશાળો અને કૉલેજોના અધ્યાપકો તો જાણે એ શબ્દને જ સાર્થક કરવા મચી પડ્યા છે. આમ ચારે બાજુથી એ શબ્દ ઉપર લોકોનો ભારે હલ્લો ચાલે છે. છતાં આજ લગી એ શબ્દનો અર્થ કોઈની પકડમાં આવે છે ખરો ?
વેપારીઓ, મોટી મોટી પેઢીઓ, બૅન્કો અને ધર્મના ઉપદેશ કરનારા ગુરુઓ પણ એ શબ્દને જ પ્રમુખ કરીને પોતપોતાની જાહેરાતો, પ્રવચનો અને હિલચાલો કરી રહ્યા છે, છતાંય ધુમાડાના બાચકાની જેમ એ શબ્દના અર્થનો ક્યાંય કોઈને પત્તો દેખાય છે ખરો?
બૂમો સંભળાય છે કે વણકરોનો ધંધો ભાંગી પડ્યો, ઘાંચીઓનો ધંધો નાબૂદ થઈ ગયો, કુંભારો કામધંધા વિના કકળી રહ્યા છે, મોચીઓ, સુથાર, લુહારો, ચમારો અને ઘરખૂણે શીલ સાચવીને દળનારી વિધવાઓ-એ બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org