________________
૨૨૨ - સંગીતિ
પણ પોતપોતાનો ધંધો ભાગી જવાથી બેહાલ બની ગયાં છે. કંસારાઓ, રંગારાઓ, કાપડ છાપનારાઓ-છીપાઓ, કાગદીઓ-કેટલાયને ગણાવી શકાય. આ બધા કારીગરો મરવાને વાંકે જીવે છે. “માણસોના અર્થ માટે “જન” શબ્દ છે, એટલે “જનકલ્યાણ'નો અર્થ “માણસોનું કલ્યાણ થાય. ઉપર જણાવેલા તમામ ધંધાદારીઓ “જન’ના અર્થમાં સમાય છે. હવે અહીં વિચારીએ કે તેમનું એટલે તે બધા ધંધાદારીઓનું કલ્યાણ એ કઈ ચીજ છે? વા એમનું કલ્યાણ કઈ પ્રવૃત્તિમાં કે ક્રિયામાં રહેલું છે ? દાખલો સાદો જ લઈએ. મોચીઓ જોડા સીવે છે, છતાંય તેઓને ભૂખમરો વેઠવો પડે છે; કેમ કે તેઓએ સીવેલા જોડા બજારમાં ખપતા નથી, લોકો બીજી બીજી દુકાનોમાંથી તૈયાર સીવેલાં જોડાં ખરીદે છે. જેમ મોચીઓનો માલ બજારમાં ખપતો નથી, તેમ મોચીઓ પોતે પણ પોતાના બંધુઓએ એટલે વણકરોએ વણેલાં કપડાં ખરીદતા નથી, એટલે વણકરોને પણ ભૂખમરો વેઠવો પડે છે. આ જ રીતે મોચી અને વણકરો ઘાંચીની ઘાણીમાંથી નીકળેલ તેલ વાપરતા નથી, એટલે ઘાંચીઓ પણ ધંધા વગર હેરાન થાય છે. જેઓ મહાજન કહેવાય છે તેઓ, એટલે વાણિયા, બ્રાહ્મણ, નાગર વગેરે વેપારી કે રાજકારણી ઉપલા થરના લોકો મોચીનો, વણકરોનો અને ઘાંચીનો બનાવેલો માલ વાપરતા નથી અને તેઓ પોતાનો શોખ પૂરો કરવા પરદેશથી આવેલો કે મશીનમાં બનાવેલો માલ વાપરે છે અને પરદેશથી આવેલો મશીનમાં બનેલો માલ લોકોમાં વેચીને પોતાના પૈસાને પોતાના દેશમાં ન રાખતા પરદેશમાં મોકલે છે. આ રીતે આખો ભારતીય માનવસમાજ પરસ્પરનિરપેક્ષ બની ગયો છે.
આ નિરપેક્ષતા જ તમામ દુઃખનું મૂળ છે. જનકલ્યાણમાં આ નિરપેક્ષતા જ ભારે આડખીલીરૂપ છે. આ નિરપેક્ષતા મટાડ્યા વિના કોઈ કાળે જનકલ્યાણ સધાવાનું નથી. જયાં સુધી કોઈ પણ માણસ માત્ર પોતાની જ એકની આજીવિકાનો વિચાર કરે અને એ આજીવિકાને મેળવવા દેશદ્રોહ કરતાં પણ ન અચકાય, ત્યાં સુધી ભલે ને સો સો ભારત-સેવકસમાજ થાય, સો સો પંચવર્ષીય યોજનાઓ થાય અને તેમાં અબજો રૂપિયા પાણીની પેઠે વહેવડાવાય, તો પણ દેશનું સામાજિક કે શારીરિક કલ્યાણ થવાનું નથી જ. પહેલાં તો આપણામાં પરસ્પર રહેલી નિરપેક્ષતા જ ટાળવી જોઈએ અને એ માટે દરેક રીતે પુરુષાર્થ કરવો જોઈએ.
આ પુરુષાર્થ ભાષણોથી નહીં કરી શકાય, તેમ દેશી વાપરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org