________________
૧૨. આ સંસાર !
જગતના ઊંડા અનુભવી વિવેકી પુરુષો કહી ગયા છે અને કહે છે પણ ખરા કે જો જીવતાં આવડે તો સંસાર ખરેખર સારમય છે અને જીવતાં ન આવડે તો એ કેવળ જનમ-જનમનાં આંટાફેરારૂપ છે. માણસ એકલો ભાગ્યે જ રહી શકે છે. સમાજ યા કુટુંબ વિના તેને ગમતું નથી. માણસ તો શું, ઝાડ પણ વનમાં એકલું રહી જીવી શકતું નથી એવી લોકમાન્યતા છે. વૈત વિના અદ્વૈત શક્ય નથી. આમ છતાં જયાં જ્યાં વૈત છે ત્યાં ત્યાં સર્વ સ્થળે વિશેષ કરીને સુવિધા કરતાં દુવિધાઓ અનુભવાય છે. આમ કેમ? મનુષ્યના દેહમાં વિવિધ તત્ત્વો છે. એક તો ચેતના છે, જેને લઈને મનુષ્યનું જીવન ટકી રહ્યું છે. બીજું, ઇન્દ્રિયો, મન અને આ સ્થૂળ દેહ એ પણ મનુષ્યના જીવન સાથે જ જડાયેલ છે. ચેતના, ઈન્દ્રિયો મન અને દેહ એ બધાં વચ્ચે કેવો સંબંધ છે ? એ સંબંધ શા માટે સરજાયો છે? એ વિષય જુદો છે, છતાં એટલું તો કહેવું જ પડશે કે એ બધું પરસ્પર એવું ઓતપ્રોત છે કે જીવન છે ત્યાં સુધી એમાંથી કશું છૂટું પાડી શકાતું નથી અને જેમ મ્યાન અને તલવાર જુદાં જુદાં દેખાય છે, યા જુદાં જુદાં કરી શકાય છે તેમ ઉપર્યુક્ત ચાર અપ્રત્યક્ષ અંગો જુદાં કરી શકાતાં નથી.
એક વાત સૌ કોઈની અનુભવેલી છે કે માણસ લાગણીના તરંગોનો મોટો દરિયો છે. તાજા જન્મેલા બાળકમાં પણ લાગણીઓ પડેલી છે, જેમાંનો
* “જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
કુશળ કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુન્દરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણ સઘળાને વંદનીય છે.”
-શ્રીમદ્ રાજચન્દ્ર પૃ. ૭-૮, ગુજરાતી મુદ્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org