________________
૩૦ • સંગીતિ દિશાઓની પૂજાનો પ્રવાત, યુદ્ધથી સ્વર્ગ મળવાની માન્યતા–એ બધી જડપ્રક્રિયાઓને લીધે સમાજની આત્મશુદ્ધિનો હ્રાસ થતો જાણી આ સૂત્રમાં અને બીજા સૂત્રમાં ભગવાને તે તે ક્રિયાઓનું ખરું સ્વરૂપ બતાવ્યું છે અને તેવા જડ સ્વરૂપનો ચોખ્ખો વિરોધ કર્યો છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં યજ્ઞના સ્વરૂપ વિશે કહેવામાં આવ્યું છે કે બધા વેદોમાં વિહિત કરેલા યજ્ઞો પશુહિંસામય છે. તે પશુહિંસારૂપ પાપકર્મ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞ યાજકને પાપથી બચાવી શકતો નથી. તેથી જ તે ખરો યજ્ઞ નથી, પણ ખરો યજ્ઞ આ પ્રમાણે છે : “જીવરૂપ અગ્નિકુંડમાં મનવચનકાયાની શુભ પ્રવૃત્તિરૂપ વાઢીથી શુભ પ્રવૃત્તિનું ઘી રેડીને શરીરરૂપ છાણાં અને દુષ્કર્મરૂપ લાકડાંને પ્રદીપ્ત કરીને શાંતિરૂપ પ્રશસ્ત હોમને ઋષિઓ નિત્યપ્રતિ કરે છે. ખરો હોમ આ જ છે.”
આ જ જાતના યજ્ઞનું સ્વરૂપ જિનપ્રવચનમાં ઠેકઠેકાણે બતાવેલું છે. ભગવાન મહાવીરે તે વખતના સમાજમાં યજ્ઞ વિશેની આ જાતની માન્યતાનો પ્રચાર કરીને હિંસાત્મક યજ્ઞનો છડેચોક વિરોધ કરેલો અને તેને અટકાવેલો.
ભગવાનના વખતમાં અને આજે પણ માત્ર જળસ્નાનમાં ઘણા લોકો ધર્મ સમજે છે. ગંગાસ્નાન, ત્રિવેણી સ્નાન, પ્રયાગ સ્નાનના માહાભ્યને લગતા ગ્રંથોની પરંપરા આપણા દેશમાં આજ કેટલાક વખતથી ચાલી આવે છે, અને ભોળા લોકો ગંગામાં સ્નાન કરીને પોતાને પુણ્ય મળ્યાનું માને છે.
આ જાતના સ્નાનના માહાભ્યની અસરથી અત્યારના જૈનો પણ શેત્રુંજી નદીના સ્નાનને ધર્મ માનવા લાગ્યા છે. ભગવાન કહે છે કે એ સ્નાન તો માત્ર શરીરના મળને, તે પણ ઘડીભરને માટે જ દૂર કરે છે, પણ આત્માના મળને જરા પણ દૂર નથી કરી શકતું. તેથી તે સ્નાન ખરા પુણ્યનું કારણ નથી. પણ ખરું સ્નાન કરવું હોય તો ધર્મરૂપ જલાશયમાં આવેલા બ્રહ્મરૂપ પવિત્ર ઘાટે સ્નાન કરે તે ખરેખર શીત, વિમળ અને વિશુદ્ધ થાય છે તથા આત્મમળનો ત્યાગ કરે છે. આ જ સ્નાનને કુશળ પુરુષોએ મહાત્માન તરીકે વર્ણવેલું છે અને ઋષિઓને તો તે જ પ્રશસ્ત છે.
ભગવાને સ્નાનની આ જાતની વ્યાખ્યા કરીને વિવેકપૂર્વકના બાહ્ય સ્નાનનો નિષેધ કર્યો છે એમ માનવાનું કારણ નથી. પણ જે લોકો માત્ર જલસ્તાનમાં જ ધર્મ માનતા અને તેથી જ આત્મશુદ્ધિ સમજતા તેઓને માટે ભગવાને જીવનશુદ્ધિ માટે ખરા સ્નાનનું સ્વરૂપ બતાવીને સ્નાનનો ખરો માર્ગ ખુલ્લો કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org