________________
૬૪ • સંગીતિ
તૃષ્ણાના આવેશમાં આવીને ભ્રાતૃધર્મને ચૂકે નહીં. પરંતુ અહીં તો જેનામાં તૃષ્ણાનો આવેશ આવેલ છે તે પોતાની સમજમાં આવેલા ભ્રાતૃધર્મને પાળતો નથી, એટલે કે જે સત્ય હકીકત છે તેની અવગણના કરવા તત્પર થયેલ છે અને તેથી જ તે પોતાના ભાઈને મારવા હાથ ઉગામે છે. એનો અર્થ એ જ થાય કે તે સત્યનું આચરણ છોડી અસત્યનું આચરણ કરવા ઊછળી રહ્યો છે, "અને એ અસત્યના આચરણમાંથી જ બતાવેલ ક્રમે ગોઠવો હિંસાનો આવિર્ભાવ થાય છે. જો તે ભ્રાતૃધર્મનું જે સત્યજ્ઞાન પામેલ છે, તેને પૂરતો વફાદાર રહ્યો હોત તો કદી તૃષ્ણાના આવેશમાં ન તણાત; અને એમ થાત તો તેનાથી હિંસક પ્રવૃત્તિ કેમ થાત ? તાત્પર્ય એ છે કે જ્યાં જયાં હિંસાની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં બધે શરૂઆતમાં અસત્યનો પ્રવેશ હોય છે અને તેથી જ હિંસાની પ્રવૃત્તિ ચાલે છે. આ રીતે અસત્ય અને હિંસા એ બન્ને એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે, એકબીજામાં ઓતપ્રોત છે. એટલે અસત્યને તજનારે અહિંસાને આશ્રયે જવું જોઈએ અને સત્યનો તજનારો આપોઆપ હિંસામાં સપડાઈ જાય છે. આ હકીકતને સ્પષ્ટ કરવા એક આ બીજો પણ દાખલો આપી શકાય : ધારો કે એક કોઈ મોટા વેપારીની પેઢી છે. તેમાં આઠ ગુમાસ્તાઓને રોકવામાં આવે તો જ પેઢીનું બધું કામ બરાબર થઈ શકે છે. એક ગુમાસ્તી કરનારને માસિક સો રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે તો માસિક આઠસો રૂપિયા તે ગુમાસ્તાના પગારમાં જ ચાલ્યા જાય. આ સ્થળે પેઢીનો માલિક શેઠ ચોખું સમજે છે કે આઠ ગુમાસ્તાઓ હોય તો જ પેઢીનું કામ સુતરું ચાલી શકે એમ છે. પણ તે લોભને વશ થઈને એમ વિચારવા લાગે છે કે આઠ ગુમાસ્તા રાખીશ તો મહિને ને મહિને રૂપિયા આઠસો કલદાર તિજોરીમાંથી ઓછા થશે. એ લોભાં થયેલા પેઢીપતિને એ ખ્યાલમાં આવતું જ નથી કે આ આઠ ગુમાસ્તાઓ મહિને ને મહિને એંશી હજાર રૂપિયાનું વેચાણ વા ઉત્પાદન કરશે તેથી તેમને આઠસો રૂપિયા આપવા તે કાંઈ વધારે પડતું નથી. ઊલટું તેને પોતાના એંશી હજારમાંથી આઠસો ખૂટે છે તે સહ્યું જતું નથી. એટલે આઠને બદલે ચાર ગુમાસ્તાઓ રાખે છે અને એમ કરીને એ શેઠ પોતાના ચારસો રૂપિયા બચાવવાનો લોભ રોકી શકતો નથી. આ થયું અસત્ય આચરણ અને આઠનો બોજો ચાર માણસ ઉપર લાદવાથી હિંસાની પ્રવૃત્તિ પણ થઈ. એક બળદ જે માંડ ૨૦ મણ ઉપાડી શકે તેના ઉપર ત્રીસ મણ કે તેથી વધારે બોજો લાદવાથી જેમ બળદ ઉપર ત્રાસ કરવામાં આવે છે અને એ ત્રાસ જ હિંસારૂપ છે, તેમ પેલા શેઠજી જે ચારસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org