________________
૩૪. ધર્માચરણની ભૂમિકા
કોઈ પણ સામાજિક, વ્યાવહારિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરનાર પ્રત્યેક માનવ પોતાની યોગ્યતા જોઈ-તપાસીને પછી પ્રવૃત્તિ કરે તો તેમાં સફળ થાય છે, અણીશુદ્ધ રીતે પાર ઊતરે છે. પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વિના આંધળિયાં કરીને દોટ મૂકનાર મનુષ્ય સદા પરાભવ પામે છે અથવા આડંબરી કે દંભી બને છે. તે એટલે સુધી કે એ વાસ્તવિક પ્રવૃત્તિને નામે ખોટેખોટાં ધતિંગ ચલાવીને કેવળ ચરી ખાવાનો ધંધો ખોલે છે, અને એ રીતે તે મહાપાખંડને પોષે છે અને ઉત્તેજન પણ આપે છે.
ધંધો કરનાર માણસ પોતાની મૂળ મૂડીને જોઈ-તપાસીને તે અનુસાર ધંધો કરે છે. એમ વિચાર્યા વિના ધંધો કરનાર પાયમાલ થાય છે અને થયા પણ છે. છેવટે દેવાળું કાઢે છે વા આપઘાતનું જોખમ ખેડે છે.
અભ્યાસ કરનાર વિદ્યાર્થી પોતાની યોગ્યતા ન હોવા છતાં ઉપરના વર્ગમાં ચડી જાય, તો પરિણામે હંમેશાં જ્ઞાનમાં કાચો જ રહે છે અને જીવનપર્યત તે પોતાની ભૂલનો ભોગ બની રહે છે. હા, કહેવા માત્રથી તે ભલે બી. એ. કે એમ. એ. અથવા પંડિત બની જાય, પણ તેટલામાત્રથી તે કાંઈ બી. એ. અથવા એમ. એ.ની યોગ્યતા પામી શકતો નથી. આવી જ પરિસ્થિતિ આધ્યાત્મિક પ્રવૃત્તિને અંગે પણ છે. - જે લોકો ઈશ્વરમાં માને છે, પુનર્જન્મ અને આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તેઓ પોતાનો આત્મા આ જન્મમાં અને ભવિષ્યના જન્મમાં કેમ શાંતિનો લાભ મેળવે અને શી રીતે સુખી થાય તેવું પોતે સ્વયં સમજીને અથવા બીજા વિવેકી પાસેથી સાંભળીને આત્માના સંશોધનની પ્રવૃત્તિ તરફ વળે છે. આવા લોકો એ માટે શ્રવણની, મનનની, ચિંતનની, ભજનની, પ્રાર્થનાની, દાનની, યજ્ઞની, દેહદમનની, યોગસાધનાની એવી વિવિધ પ્રવૃત્તિઓ આદરે છે અને એ માટે પોતાનો કિંમતી સમય અને જરૂર પડે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org