________________
ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૭
બાળક જ્યારે બાળક હોય છે ત્યારે તેના મનમાં મારા કે પરાયાનો ભાવ હોતો નથી, તે ગમે તેની પાસે ચાલ્યું જાય છે; એટલું જ નહિ, પણ ઘરમાંથી મળેલો ખાવાનો ભાગ તે પોતાનાં ગમે તે જાતિનાં, સાથે રમતાં બાળકોમાં વહેંચી આપીને જ ખાય છે, રમકડાં પણ રમતાં બાળકોને આપવામાં આનંદ માને છે...આમ, તે “વસુધૈવ કુટુમ્બકમ્'ની વૃત્તિવાળું હોય છે. પણ જ્યારે તેનાં વડીલો તેને તેમ કરતું ટોકવા માંડે છે ત્યારથી એ સરળ અને સર્વત્ર અભેદભાવે વર્તતું બાળક એકાંગી અને કેવળ સ્વાર્થસાધુ બનવા લાગે છે; અને, પરિણામે, જેવા અત્યારે આપણે છીએ તેવાં બની જઈએ છીએ. આપણા તમામ વ્યવહારોમાં ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં આવે નહિ, ત્યાં સુધી કોઈ પણ બીજા ઉપાય દ્વારા આપણે સારા થવાના નથી જ. ધારો કે બસ માટે આપણે ઊભાં છીએ અને તેમ બીજાં પણ ઘણાં ઊભાં છે. આપણા મનમાં જલદી જવાનો આવેગ ઊભો થયેલ છે, તેમ બીજાં ઊભેલાંનાં મનમાં પણ તેવો જ આવેગ આવેલ છે. એટલે લાઈન તોડી નાખીને અને એક જાતનો અન્યાય કરીને આપણે ચડવા પ્રયાસ કરીએ છીએ. આમ અન્યાયની વૃત્તિને કેળવતાં આપણને સૌને ક્ષોભ થવો જોઈએ. છતાં કોઈને આવો ક્ષોભ થાય છે ખરો ?
અચ્છા, બસમાં ધમાધમ ચડ્યાં, પણ જેઓ તેમાં બેઠેલા કે ઊભેલા છે તેમાંના કોઈનો પગ આપણા પગે કચરાય છે, આપણા જોડા તેને વાગે છે. એટલે તે પણ ચિડાઈને કહેશે કે ‘‘આંધળો છે, પગ કચરી નાખ્યો એ દેખતો નથી ?' આ સાંભળતાં આપણો પિત્તો ઊછળે છે અને બસમાં બોલાચાલી વધતાં સારો એવો જંગ જામી પડે છે. આ પ્રસંગે આપણને આપણો દોષ સૂઝતો નથી, અને ઊલટું બીજાને ગળે પડવા જેવું કરીએ છીએ. આપણામાં પોતાને સારા બનાવાનો સંકલ્પ દૃઢ હોય તો તરત જ આપણે વિશેષ નમ્રતા બતાવીને એમ જરૂર કહેવું જોઈએ કે ‘‘ભાઈ કે બહેન, તમે માફ કરશો. ચડવાની ધૂનમાં મારું ધ્યાન તમારા પગ તરફ ન ગયું અને તમને મારો પગ કે જોડો વાગી ગયો. એ અંગે વારંવાર તમારી ક્ષમા માંગુ છું અને મહેરબાની કરીને તમે પણ મને માફ કરી દેશો એવી નમ્ર વિનંતિ કરું છું.” આ જાતની આપણી વૃત્તિ થવી જોઈએ, અને આપણા પોતાના તમામ વ્યવહારોમાં પણ આવી જ વૃત્તિથી કામ લેવું જોઈએ; તો અનુભવ થશે કે શાંતિ કેવી ઉત્તમ ચીજ છે.
આપણે સંઘર્ષની વચ્ચે જીવવાનું છે એટલે આવેગોને વશ થઈને આવા અનેક પ્રકારના અન્યાયો આપણે હાથે બનવાના જ, અને એમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org