________________
જમાઈની પરીક્ષા ૦ ૨૨૯
ઠાલવ્યો; એટલું જ નહીં, પણ તે ધૂંવાંપૂવાં થતો મને ભાંડવા લાગ્યો : ‘રાંડ કાળકા ! આવતાંવેંત આ શું માંડ્યું છે ? રાંડ કુભારજા ! હવે તું પણ આ ભાયડાને જોઈ લે ! એમ કહેતોક તે એક મજબૂત દોરડું લઈ આવ્યો અને મને ધરના થાંભલા સાથે બાંધી સો ચાબખા માર્યા.” રોતી રોતી એ છોકરી હીબકા ભરતી કહેવા લાગી કે “મા ! તેં આવો તે કેવોક ઉપાય બતાવ્યો ? મારો જીવ નીકળી ગયો ! જો તો મારો બરડો કેવો સૂઝી ગયો ! સોળો કેવા ઊઠી આવ્યા ? તારા કહેવાથી મારો જીવ નીકળી ગયો. આટલો માર માર્યા પછી તેણે મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી અને કહી પણ દીધું કે, ‘ખબરદાર, જો હવે ઘરમાં ટાંટિયો મૂક્યો છે તો તારી વાત છે ! તારો ટાંટિયો જ ભાંગી નાખીશ, રાંડ હલકટ ! તું બ્રાહ્મણના પેટની છો કે કોઈ ચંડાળના પેટની છો ? જા, ચાલી જા, હવે મારે તારું કામ નથી, તારું મોં કાળું કર અને મને કદી તારું મોં ના બતાવીશ.’ ’
આ બધી હકીકત સાંભળીને સુધાબાઈ ક્રોધની મૂર્તિ બની ગઈ અને તે ઝટ ફરિયાદ કરવા અને પોતાની દીકરીની વકીલાત કરવા જમાઈ પાસે પહોંચી. તેણીએ પોતાની બુદ્ધિ લડાવીને દીકરીનો ઘણોય બચાવ કર્યો, પણ એ તાર્કિક જુવાન જમાઈ પાસે તેણીનું કાંઈ પણ ચાલ્યું નહીં.
તેણીએ આવીને ઠાવકું મોં રાખીને હસતા લટૂડાં પટૂડાં કરતાં જમાઈને જણાવ્યું કે “અરે ! તમે આ શું કરી નાખ્યું ? તમને ખબર નથી કે અમારા ગોત્રનો એવો આચાર છે કે દીકરી સાસરે જઈ ધણીને પાટુ મારે તો જ તે સૌભાગ્યવતી બની રહે છે. એમ ન કરવામાં આવે તો ધણી-ધણિયાણી બંને દુ:ખી થાય છે. માટે જ મારી દીકરીએ તમને પાટુ મારી પોતાના કુલધર્મના આચારને પાળ્યો છે. એમાં તમે એણીને આટલી મારી ? બિચારી ફૂલ જેવી છોકરીને મારતાં શરમ ન આવી ? તમારે એને પૂછવું હતું તો ખરું કે આમ કેમ કર્યું ? તો ઝટ ખુલાસો થઈ જાત.’
આ સાંભળીને જમાઈએ તેને સણસણતો જવાબ આપ્યો કે, “માજી ! અમારો કુલધર્મ પણ એવો જ છે કે પરણીને આવતી વહુને થાંભલા સાથે બાંધવી પડે છે અને તેને સો ચાબખા બરાબર ગણીને મારવા પડે છે; એકે ઓછો નહીં. તમારી દીકરીને પૂછી જોજો કે મેં સો કરતાં એકે વધારે માર્યો છે ખરો ? અરે સો ચાબખા માર્યા પછી મારે તેને આંગળી પણ ન અડાડાય. આમ ન કરું તો મારો પણ કુળધર્મ લોપાય અને વહુ સૌભાગ્યવતી ન બને. માટે મારે પણ કુળધર્મને પાળ્યા વિના છૂટકો જ નહોતો. શું થાય ? એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org