________________
૨૩૦ • સંગીતિ જેનો જેવો કુલધર્મ તેમ વર્તવું જ પડે, એમાં કંઈ કોઈને ઠપકો દેવાનો ન હોય.”
આ બધું સાંભળીને સાસુ તો સડક જ થઈ ગઈ અને વિનંતિ કરવા લાગી કે “હશે, હવે થયું તે ખરું. પણ હવે તમે તેને સાચવજો અને સંભાળજો. હું ઘરે જઈને તેને પાછી મોકલું છું.” એમ પગે પડીને વિનંતી કરીને પોતાને ઘરે પાછી ફરી. આવીને તેણીએ પોતાની પુત્રીને સમજાવી દીધું કે, “જો, તું હવે દરેક પ્રસંગે તારા પતિની દાસી થઈને રહેજે અને એને જરાય માઠું લાગે તેવું કરીશ જ નહીં; એટલું જ નહીં, એવું બોલીશ પણ નહીં. એની હાએ હા અને એની નાએ ના–એ રાત કહે તો રાત અને દિવસ કહે તો મધરાતે પણ દિવસ જ કહેવો. બસ આટલામાં બધું સમજી જવાનું છે. સુખી થવું હોય તો તું જેવી દેવમંદિરમાં દેવની પાસે વર્તે છે, તેમ તારા ઘરમાં પતિ પાસે વર્તજે. એમ નહીં કરે તો તને તે પ્રીતિકર નહીં થાય, અને જરાક વાંકું પડ્યું કે તગડી જ મૂકશે. માટે હવે ઘેર જા અને બરાબર ઠાવકી થઈને સંભાળથી રહેજે.”
– ગૃહમાધુરી જુલાઈ ૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org